Two cases of violation of the Collector’s notification were reported | કલેક્ટરના જાહેરનામા ભંગના બે કેસો નોંધાયા

Spread the love

નવસારી41 મિનિટ પેહલા

  • કૉપી લિંક

નવસારી એસઓજીએ વિજલપોર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બે દુકાનમાં સીસીટીવી હતા પણ તેનું 30 દિવસનું બેકઅપ ન રાખ્યો હોય કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હોય બે દુકાનદારને ડિટેઇન કર્યા હતા. નવસારી એસઓજીના અ.હે.કો. ભક્તેશભાઇ નિવૃત્તિભાઇ અને સ્ટાફ વિજલપોર વિસ્તારમાં સીસીટીવી કેમેરા અંગે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને મળેલી બાતમીને આધારે બે દુકાનમાં સીસીટીવી હતા પરંતુ 30 દિવસનું બેકઅપ ન રાખ્યો હોય તે દુકાનદારોને કલેક્ટરના જાહેરનામા ભંગ બદલ ડિટેઇન કર્યા હતા જેમાં લેકવ્યૂ સોસાયટી પાસે આવેલ ભેરૂનાથ સુપર સ્ટોરના માલિક સુરેશ વૈષ્ણવ રહે.વિજલપોર અને રામનગર-2માં આવેલ સેન્ટોસા એપાર્ટમેન્ટમાં શ્રીઅઇ માતા સુપર માર્કેટના માલિક જગારામ ચૌધરી રહે.રામનગર-2 વિજલપોર સીસીટીવી કેમેરાનું બેકઅપ ન રાખી જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *