સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પેહલા
- કૉપી લિંક
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. ત્યારે સ્વતંત્ર દિવસ પૂર્વે હિંમતનગરના મહેતાપુરા વિદ્યાલયના વિદ્યાર્થીઓની દેશભક્તિ સાથે બે કિમી લાંબી 2500 ત્રિરંગા સાથેની યાત્રા યોજાઈ હતી. દેશભક્તિના ગીતો સાથે નીકળેલી ત્રિરંગા યાત્રા સમગ્ર વિસ્તારમાં ફરી હતી. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષા સાથે જોડાયા હતા.
હિંમતનગરના મહેતાપુરા સ્વામી વિવેકાનંદ સર્કલ પાસેથી દેશભક્તિના ગીતો અને વંદે માતરમના નારા સાથે નીકળેલી ત્રિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની દેશભક્તિ જોવા મળી હતી. લાંબી યાત્રાને કારણે રોકાયેલા વાહનચાલકો યાત્રાને જોઈને અભિવાદન ઝીલતા હતા. તો વંદે માતરમ પણ કહેતા હતા.
હિંમતનગરના ત્રિવેણી વિદ્યાલયના ધો 1 થી 12 અને બાલમંદિરના વિદ્યાર્થીઓની શનિવારે સવારે વિદ્યાલયથી દેશભક્તિના ગીતો સાથે બે હાથમાં ત્રિરંગા લઈ ત્રિરંગા રેલીએ પ્રસ્થાન કર્યું હતું. રેલીમાં પ્રથમ વિદ્યાર્થીઓ ત્યારબાદ NCC, NSS અને વિવિધ વેશભૂષામાં વિદ્યાર્થીનીઓ અને ત્યારબાદ વાહનમાં નાનાનાના ભુલાકોએ પણ વેશભૂષા સાથે ત્રિરંગા લઈને જોડાયા હતા. અંદાજીત બે કિમીથી વધુ લાંબી ત્રિરંગાયાત્રા બ્રહ્માણીનગર, રાધે ગોવિંદ ફાર્મ થઈને સિદ્ધાર્થનગર થઈને સરકારી ક્વાર્ટસ થઈને રામજી મંદિર થઈને પરત ત્રિવેણી વિદ્યાલય પહોચી હતી. અંદાજીત વિવિધ વિસ્તારોમાં ત્રિરંગાયાત્રા બે કલાક ફરી હતી. રોડ પરથી પસાર થતી યાત્રાને જોઈને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. યાત્રામાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ જોડાયા હતા.
આ અંગે ત્રિવેણી વિદ્યાલયના શંભુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, 1 થી 12 ના 2000થી વધુ વિદ્યાર્થીઓ છે. જે તમામ ત્રિરંગા સાથે રેલીમાં જોડાયા છે અને સાથે વેશભૂષા પણ વિદ્યાર્થીઓએ કરી છે. તો બે કિમીથી વધુ લાંબી ત્રિરંગાયાત્રા છે. મહેતાપુરા વિસ્તારના સમગ્ર માર્ગો પર ફરીને દેશભક્તિનો માહોલ ઉભો કર્યો છે.