Tiranga Yatra held from Daman airport to BJP office, will attend conference of district panchayat presidents of 6 states during two-day tour | દમણ એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી તિરંગા યાત્રા યોજાઈ, બે દિવસીય પ્રવાસ દરમિયાન 6 રાજ્યોની જિલ્લા પંચાયતના પ્રમુખોની કોન્ફરન્સમાં હાજરી આપશે

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Tiranga Yatra Held From Daman Airport To BJP Office, Will Attend Conference Of District Panchayat Presidents Of 6 States During Two day Tour

વલસાડએક કલાક પેહલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી પ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા હતા. દમણ ઍરપોર્ટથી દમણ ભાજપ કાર્યાલય સુધી ભવ્ય રોડ તિરંગા યાત્રા અને દમણ તેમજ દાદરા નગર હવેલીના BJPના અગ્રણીઓ સાથે એક બેઠકનું કરવામાં આવશે. જેમાં આગામી લોકસભા બેઠકને લઈને રણનીતિ અને દમણ અને દાદરા નગર હવેલીમાં વિકાસના કામોની માહિતી મેળવશે. વિસ્તારમાં ભાજપની સ્થાનીતિ અને હાલના પરિબળો અંગે ભાજપના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે આવનારી લોકસભાની ચૂંટણીની લઈને ભાજપ દ્વારા મતદારોને વિકાસ કામો અંગે જાગૃત કરવા સુધીના મુદ્દાઓ અગ્રણીઓને આપવામાં આવશે. દાદરા નગર હવેલી અને દમણ ખાતે આગામી 2 દિવસના પ્રવાસે ફરીને પરિસ્થિતિનો ચિતાર મેળવશે. 6 રાજ્યોના જિલ્લા પંચાયત પ્રમુખો સાથે 2 દિવસીય કોન્ફરન્સમાં માર્ગદર્શન આપશે આગામી ચૂંટણીમાં ભાજપ તરફી વધુ મતદાન કરવવા અને મતદારોને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોને ઉજાગર કરવાનો પ્રયાસ કરશે.

દમણ ખાતે પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદ માં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના જિલ્લા પંચાયત પ્રમુખો પણ હાજરી આપશે. કેન્દ્રીય ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા દમણ પ્રવાશે આવી પહોંચ્યા હતા. રોજ સાંજે 5:00 કલાકે દમણ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. દાદરા નગર હવેલી અને દમણ – દીવ દમણ એરપોર્ટ ઉપર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવ્યું હતું. દમણ એરપોર્ટથી ભવ્ય બાઇક રેલી રાષ્ટ્રીય અધ્યક્ષ દમણના મીરાસોલ રિસોર્ટમાં જ્યાં દાદરા નગર હવેલી અને દમણ – દીવ પ્રદેશો સાથે એક બેઠક કરવામાં કરવા કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા 18 અને 19 ઓગસ્ટે દમણ જિલ્લાના મીરાસોલ રિસોર્ટ ખાતે 6 રાજ્યોના જિલ્લા પંચાયત પ્રમુખો સાથે 2 દિવસીય કોન્ફરન્સમાં માર્ગદર્શનમાં હાજર રહીને ભાજપના કાર્યકરો અને અગ્રણીઓને જરૂરી માર્ગદર્શન આપશે.. બે દિવસીય સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી. સંતોષ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, ભાજપના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ શિવપ્રકાશ, ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદના પ્રમુખ ડૉ. વિનય સહસ્રબુદ્ધે, કેન્દ્રીય ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંડલાજે, કેન્દ્રીય રાજ્ય મંત્રી અરવિંદ રજવાડા, ભાજપ યુવા મોરચાના નીતિ અને સંશોધનના રાષ્ટ્રીય પ્રભારી વરુણ ઝવેરી પણ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *