Three names turning crores into co-operative societies | ભેસાણના વાંદરવડ ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને મેનેજર દ્વારા 6.56 કરોડનું ફૂલેકું ફેરવતા ફરિયાદ નોંધાઇ

Spread the love

જુનાગઢ31 મિનિટ પેહલા

  • કૉપી લિંક

આમ તો ખેડૂતો સેવા સહકારી મંડળીમાં થી લોન લઈ સમયસર ભરપાઈ કરતા હોય છે અને સેવા સહકારી મંડળી ખેડૂતોને સમયે નાણા ધિરાણ કરી ખેડૂતોને સમયસર પોતાના પાકની ઉપજ માટે મદદરૂપ થવા લોન અને ધિરાણ આપતા હોય છે પરંતુ ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે કરોડો રૂપિયાનું સેવા સહકારી મંડળી ના જ પ્રમુખ, મંત્રી અને મેનેજર એ ફૂલેકું ફેરવવાનું સામે આવ્યું છે.

આ બાબતે જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એ જણાવ્યું હતું કે ભેસાણા તાલુકાના વાંદરવડ ગામે સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચાર્યની ફરિયાદો ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી જેમાં મંડળીના પ્રમુખ મંત્રી અને સેવા સહકારી મંડળીના મેનેજર દ્વારા જિલ્લા સહકારી બેન્ક પાસેથી રૂ.6,,56,88,407 કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાય છે ત્યારે જેમાં મંત્રી અને પ્રમુખની ભેસાણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આ બનાવની વિગતે વાત કરવામાં આવે તો વાંદરવડ ગામે ખેડૂતોને નામે એક કૌભાંડ સામે આવ્યું છે જેમાં વાંદરવડ સેવા સહકારી મંડળી દ્વારા સભાસદોના નામે ઉંચાપાત કરવામાં આવી છે.

ભેસાણ તાલુકાના વાંદરવડ ગામની સેવા સહકારી મંડળી માં ઉચાપાત થવા અંગે જીડીસી બેંકના ભેસાણ શાખા ના મેનેજર દ્વારા આ સમગ્ર બાબતનો ઘટસ્પોટ કરવામાં આવ્યો હતો જેમાં ભેસાણ શાખાના જ પૂર્વ બ્રાંચ મેનેજર વાંદરવડ સેવા સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ સમગ્ર કૌભાંડનો આંકડો ₹6 કરોડ ને પાર કરી ગયો છે સમગ્ર ઘટનાને લઈને જુનાગઢ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ ભીખાભાઈ કપુરીયા મંત્રી કમલેશ બાલાસંકર દવે ઉર્ફે કમલેશ ભરાડ તેમજ રમેશ ડાયાભાઈ રામાણી એ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીઓ દ્વારા એકબીજાને મદદગારી કરીને બેન્ક પાસેથી લીધેલ ધિરાણ ખેડૂતો સભાસદોને આપવાને બદલે ખોટા લોન ખાતા ઉભા કરી તેમ જ ખોટા સરવૈયા બનાવી રજૂ કર્યા હતા અને ખોટા હિસાબો બનાવીને આ સમગ્ર હિસાબો ખોટા હોવાનું જણાતા તેમ છતાં તેને સાચા તરીકે બતાવી ઉપયોગ કર્યો હતો અને બેંકમાં રજૂ કરી ખોટા દસ્તાવેજો બનાવીને તે ખોટું હોવાનું જણાવતા તેને સાચા તરીકે બતાવવામાં આવ્યા હતા અને બેંકમાં રજૂ કરેલા વાંદરવડ સેવા સહકારી મંડળીના રોજ બરોજના વહીવટ ઉપર અપ્રમાણિક થી દેખરેખ રાખવામાં આવી હતી તેમજ ગુનાહિત ઇરાદાથી એકબીજાની મદદગારી કરીને આ સમગ્ર આચારવામાં આવ્યું હતું… આરોપીઓએ બેંકમાંથી માગવામાં આવેલ રેકોર્ડ ફરિયાદીને સોંપ્યું ન હતું જેને લઇને તેની સૂચના તેમજ માહિતી આપવા બદલ આદેશોનું જાણી બુજીને પાલન નહીં કરી અને ખોટા પત્રકો બનાવીને હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. ખોટો લાભ અને ખોટા ધિરાણો કરીને મંજૂર કરવામાં આવેલી રકમ વાંદરવડ સેવા સહકારી મંડળીના ચોપડા કાગળ જામીનગીરી સાથે ચેડા કરી અને તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. નવ ખેડૂતોના ખાતામાંથી લાખો રૂપિયા ની પૈસાની ઉંચાપાત કરવામાં આવી છે ઉપરાંત 21 ખેડૂતોના નામે ખોટા દસ્તાવેજો બનાવીને તેને સાચા બતાવી તેમના નામે પણ છેતરપિંડી અને ગેરરીથી આચરવામાં આવી છે આ સમગ્ર મામલે લઈલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ત્યારે ત્રણ શખ્સોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે હજુ પણ કેટલાક શોક સંડોવાયેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આમ જુનાગઢ જિલ્લામાં ખેડૂતોના નામે વધુ એક છેતરપિંડી સામે આવી છે.. નિર્દોષ ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચારના શખ્સો સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગણી પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *