સુરેન્દ્રનગર30 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગરના વૃદ્ધ દંપતી બહારગામ ગયા, ને તસ્કરો રૂ. 1.79 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી કળા કરી ગયા હતા. જેમાં સોનાની બંગડી, સોનાના બુટીયા, સોનાની વીંટી, સોનાની ચેન, ચાંદીનો કંદોરો અને છડા, સોનાના પાટલા મળી સોના ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ રૂ. 1,79,500ની સુરેન્દ્રનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોની ગેંગને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.
સુરેન્દ્રનગરના નુરેમોહમ્મદ સોસાયટી પાછળ આવેલા વિવેકાનંદ 3, બ્લોક નંબર 2માં રહેતા સિનિયર સિટીઝન એવા ભાઇલાલભાઈ મોહનલાલ પરમાર ( ઉં.વ 84 વર્ષ )અને તેમના વૃદ્ધ પત્ની રહે છે. અને 2 દિવસથી પુત્રના ત્યાં ધાર્મિક પ્રસંગે ગયા હતા અને ગત રાત્રીના અરસામાં કોઈ અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનો પાછળનો દરવાજો તોડી ઘરની બન્ને તિજોરીઓ અને રસોડાના કબાટમાં રહેલી રોકડ એમ કુલ મળી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની મોટી માલમત્તાની ચોરી કરીને તરખાટ મચાવ્યો છે.
જેમાં સોનાની બંગડી, સોનાના બુટીયા, સોનાની વીંટી, સોનાની ચેન, ચાંદીનો કંદોરો અને છડા, સોનાના પાટલા મળી સોના ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ રૂ. 1,79,500ની હર્ષાબેન વિરાજભાઈ પરમારે સુરેન્દ્રનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોની ગેંગને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ સુરેન્દ્રનગરના પીએસઆઇ પી.બી.રમલાવત ચલાવી રહ્યાં છે.