રાજકોટ11 મિનિટ પેહલા
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે યુવક ગંભીર રીતે દાઝી ગયેેલી હાલતમાં મળી આવતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પત્નીને મોબાઇલનું વળગણ હોય તે મુદ્દે ઝઘડો થતાં પોતે જીવતા વીજવાયરને પકડી આપઘાતનો પ્રયાસ કર્યાનું ખુલ્યું હતું.
ભચાઉમાં રહેતો અને ત્યાં ફેક્ટરીમાં નોકરી કરતો સંજય નરવંતભાઇ ડામોર (ઉ.વ.34) કેટલાક દિવસથી તેની પત્ની મિનલને લઇ કાલાવડના વડાળા ગામે રહેતા માસિયાઇ ભાઇ દિલીપને ત્યાં આવ્યો હતો, મિનલ મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતી હોય પતિ પત્ની વચ્ચે આ મુદ્દે વારંવાર ઝઘડા થતા હતા, અનેક વખત ઠપકો આપવા છતાં મિનલ મોબાઇલ છોડતી નહોતી, તેનામાં બદલાવ લાવવા સંજય પત્નીને લઇને વડાળા માસિયાઇ ભાઇના ઘરે આવ્યો હતો આમ છતાં પત્ની મિનલ ત્યાં પણ મોબાઇલ લઇને જ બેસી જતી હતી, રવિવારે સાંજે પણ મિનલે મોબાઇલ લેતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી.
ઉશ્કેરાયેલો સંજય વડાળાથી રિક્ષામાં બેસી રાજકોટ તરફ આવવા નીકળ્યો હતો અને કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે રિક્ષામાંથી ઉતરી ઝાડ પર ચડી ઉપરથી પસાર થતાં જીવતા વીજતારને પકડી લીધો હતો. જેથી જોરદાર વીજકરંટ લાગતાંસંજય ડામોર ગંભીર રીતેદાઝી ગયો હતો અને નીચે પટકાયો હતો. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ સંજયને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવનીજાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને ધોરણસરની કાર્યવાહીકરી હતી.ધો
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…