બોટાદ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રમુખ સ્વામી મહારાજના ભક્ત યુવાને આઠ મહિનામાં સનાતન ધર્મના 12 સ્વયંભૂ જ્યોર્તિલિંગ સહિત 12,000 કિલોમીટરની પદયાત્રા આજે સાળંગપુર BAPS મંદિર પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરે દર્શન કરીને પૂર્ણ કરી.

12,000 કિલોમીટરની પદયાત્રા કરનાર કલ્પેશભાઈ હિરપરાને પદયાત્રાનો સંકલ્પ કેવી રીતે આવ્યો અને પદયાત્રાનો અનુભવ તેમણે જણાવ્યો હતો. અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંત શિરોમણી પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી સુરતમાં રહેતા યુવાન હરિભક્ત કલ્પેશભાઈ હિરપરાએ પ્રમુખસ્વામી મહારાજના સામાજિક સેવાકાર્ય અને હિન્દુ સનાતન સંસ્કૃતિના યોગદાનથી પ્રેરાઈને પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવના દિવસે સમગ્ર ભારત ભ્રમણ કરવાનો સંકલ્પ કર્યો હતો. 12 જ્યોતિર્લિંગ, ચારધામ, 5 પ્રયાગ, 8 શક્તિપીઠો તથા અન્ય મંદિર મઠ, આશ્રમ અને દેવસ્થાનોમાં દર્શન કરી પ્રમુખસ્વામી મહારાજના ભક્ત તરિકે પ્રમુખસ્વામીની પ્રેરણાથી આ ભગીરથ કાર્ય પૂર્ણ કર્યુ છે. આજે 8 મહિના અને 4 દિવસની અંદર 12,000 કિમી પદયાત્રા પૂરી કરીને પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવાનો સંકલ્પ સિધ્ધ કર્યો હતો. જે આજે બપોરના એક કલાક આજુબાજુ સાળંગપુર BAPS મંદિરે પહોંચીને પ્રમુખસ્વામી મહારાજનાં સ્મૃતિ મંદિર ખાતે દર્શન આશિષ મેળવી આ પદયાત્રા પૂર્ણ કરી હતી. તેમ પદયાત્રીક કલ્પેશભાઈએ જણાવ્યું હતું.


.