અમદાવાદ5 કલાક પેહલા
- કૉપી લિંક
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જી20 ગ્લોબલ સમિટ આરોગ્ય મંત્રીઓની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. સમિટ સંદર્ભે ગુજરાતની મુલાકાતે આવેલા યુનાઈટેડ સ્ટેટના આરોગ્ય અને માનવ સેવાના સચિવએ જી20 અંગે ભારતના પ્રેસિડેન્સીને બિરદાવ્યું છે, આરોગ્ય ક્ષેત્રે ભારતના યોગદાનની પ્રશંસા કરી હતી.
ગાંધીનગરમાં જી20 ગ્લોબલ સમિટ
ઝેવિયર બસેરાએ જણાવ્યું કે, ભારતના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રી મનસુખ માંડવિયાજી સાથે થયેલ બેઠકમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે દવાઓની ગુણવત્તા અને ઉપલબ્ધતા અંગે સંકલન અને સહયોગ આપવાની ખાતરી આપવાની વાત કરી હતી.
ભારત થોડા દાયકાઓમાં જ પોતાની શક્તિને પ્રદર્શિત કરી રહ્યું
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રંશસા કરતાં જણાવ્યું કે, તેમના નેતૃત્વમાં ભારત થોડા દાયકાઓમાં જ પોતાની શક્તિને પ્રદર્શિત કરી રહ્યું છે. તેમણે મીડિયા સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું કે વડાપ્રધાનની દીર્ઘદૃષ્ટિથી આજે ભારત વિશ્વનેતા તરીકેની ઓળખ બતાવી શકે છે.
આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા
ભારત અને અમેરિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે ટિપ્પણી કરતાં જણાવ્યું કે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાયડન દ્વારા વિકાસલક્ષી પહેલની જે શરૂઆત કરી છે તેને આગળ ધપાવવા તથા તેમા અમેરિકા પોતાનું યોગદાન આપવા તત્પર છે. મેડિસિન અને હેલ્થ સર્વિસ સમગ્ર વિશ્વના માનવજાતિ માટે ઉપલબ્ધ કરાવવા માટે અમેરિકા ભારત સાથે છે.