- Gujarati News
- Local
- Gujarat
- Patan
- The Woman Went To The Hospital To Get Her Grandson Treated In Chanasma And Later The Smugglers Fled With Cash jewellery Worth 1.07 Lakhs.
પાટણ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચાણસ્મા તાલુકાનાં ધીણોજ ગામે મોટા વણકર વાસમાં આવેલા એક બંધ મકાનમાંથી ગત તા. 7મી ઓગષ્ટનાં રોજ કોઇ તસ્કરોએ રૂ।. 1,12,000ની મતાની ચોરી કરી ગયા હતા. આ અંગેની મળતી માહિતી મુજબ ચાણસ્માનાં ધિણોજ ગામે રહેતા સોનીબેન અમરતભાઇ મકવાણા તેમની પૌત્રી ખુશીને પેટમાં દુઃખાવો થતો હોવાથી તેને સારવાર માટે તા. 7-8-23 નાં પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ગયા હતા ને રાત્રે ત્યાંથી નિકળતાં મોડું થતા તેઓ તેમની ધારપુર ખાતે રહેતી દિકરીનાં ઘરે રોકાયા હતા ને તા. 8 મીનાં રોજ પરત ધિણોજ ખાતે પોતાનાં ઘરે આવ્યા હતા. તેમણે ઘરે આવીને જોયું તો તેમનાં ઘરનાં તાળાં તૂટેલાં હતા.
તેઓ તપાસ કરતાં કોઇ તસ્કરોએ લોખંડનો એક ટ્રંક તૂટેલો હતો. જેમાં પડેલા પર્સમાંથી રૂા 40હજારનું સોનાનું સવા તોલાનું લોકીટ રૂા. 30 હજારની સોનાની એક તોલાની ચેન, રૂા. 30 હજારનું સોનાનું એક તોલાનું કડું, રૂા. 6000ની ચાંદીની 100 ગામની બે બંગડીઓ, રૂા. 1000ની કંઠી તથા રૂા. 5000 રોકડ રકમ મળી કુલે રૂા.1,12,000ની મતાની ચોરી થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી.