જૂનાગઢ31 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ચોમાસુ શરૂ થતાં જ આણંદપુર ડેમમાંથી મળતું પાણી ડહોળું આવવા લાગે, ફિલ્ટર પ્લાન્ટ ઓછી ક્ષમતાનાં હોવાથી આ સ્થિતિ સર્જાય છે
જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય બે સ્ત્રોત છે. હસ્નાપુર અને આણંદપુર ડેમ. હસ્નાપુર ડેમમાં આવતું પાણી પર્વતમાં પથ્થરોમાંથી પસાર થઇને આવતું હોવાથી તેમાં ડહોળ અોછો હોય છે. જ્યારે આણંદપુર ડેમમાંથી આવતું પાણી ડહોળું હોય છે. વળી આ ડેમનું પાણી શુદ્ધ કરતા પાદરીયા ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા પણ ઓછી છે. આથી ચોમાસું હોય ત્યારે આ પાણી આખા ગામમાં ડહોળુંજ આવે છે. જોકે, હવે ખલીલપુર સહિત વિવિધ વિસ્તારોમાં આ પાણીના વિતરણ માટે સમ્પ અને ફિલ્ટર પ્લાન્ટ બનાવાયા બાદ આ સમસ્યા નહીં રહે.
આની સામે હસ્નાપુર ડેમ આધારિત પાણીની વિતરણ વ્યવસ્થા માટે ધારાગઢ દરવાજા પાસે આવેલા ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા વધુ છે. આથી આ પાણીનું જ્યાં વિતરણ થાય છે એ ચોખ્ખું હોય છે. જોકે, ફિલ્ટર પ્લાન્ટ ઉપરાંત તે પથ્થરોમાંથી પસાર થઇને આવતું હોવાથી ચોખ્ખું હોવાનું કારણ મુખ્ય છે.
હાલ જોષીપુરા વિસ્તારમાં 15 થી વધુ સોસાયટીમાં ડહોળા પાણીની બૂમ ઉઠી છે. જોકે, અહીં ખલીલપુર ચોકડીએ નવો સમ્પ અને ફિલ્ટર પ્લાન્ટની માંગણી છે. જે મંજુર થઇ છે. અને 2 માસ પછી તેના ટેન્ડર બહાર પડશે. એ કામ પૂરું થયા બાદ આખા જોષીપુરા અને અન્ય વિસ્તારોમાં પાણી વિતરણ ચોખ્ખું થશે.
આવી સ્થિતિ દર ચોમાસે આખા ગુજરાતમાં સર્જાતી હોય છે
ચોમાસાની શરૂઆત થાય એટલે લગભગ બધેજ પાણી વિતરણની વ્યવસ્થામાં ડહોળું પાણી આવવાની બૂમ ઉઠતીજ હોય છે. આ સ્થિતી માત્ર જૂનાગઢ નહીં આખા ગુજરાતમાં હોય છે. એમ જાણકારોનું કહેવું છે. કારણકે, ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા હોય એ પ્રમાણે પાણી ચોખ્ખું થાય. એ માટે પાછો ટાંકો પણ જોઇએ.
મને હજુ સુધી કોઇ ફરિયાદ મળી નથીઆવા પાણીથી રોગચાળો વધશે
જૂનાગઢ મહાનગર પાલિકા વોટર વર્કર શાખાના અલ્પેશભાઇ ચાવડાએ જણાવ્યું કે, ફિલ્ટર પ્લાન્ટ ચાલુ જ છે. પાણી ફીલ્ટર થઇને જ આવે છે. મને હજુ સુધી આવા ડહોળા, ગંદાપાણીના વિતરણની એકપણ વિસ્તારમાંથી ફરીયાદ આવી નથી. જે તે વિસ્તારમાં ગંદુ પાણી આવે છે ત્યાં કોઇ બીજો ફોલ્ટ હશે. તે હું ચેક કરાવી લઇશ. > અલ્પેશ ચાવડા, વોટર વર્કસ શાખા
આવા પાણીથી રોગચાળો વધશે
ખલીલપુર રોડ પાસેની સોસાયટીમાં રહેતા સ્થાનિકે જણાવ્યું કે, નાના માણસો રહેતા હોય જે આ પાણીનો પીવામાં પણ ઉપયોગ કરતા હોય છે. તંત્ર દ્વારા આવા પાણીના વિતરણ થતુ હોવાથી રોગચાળોનો ભય રહે છે. આ તમામ માટે જવાબદાર કોણ રહેશે. તંત્ર સત્વરે આમાં સુધારો લાવે તેવી માંગ છે. > ભીખાભાઇ રાબડીયા, સ્થાનિક રહેવાસી
.