પોરબંદર8 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ફિમેલ વોર્ડમાં બેડની ઘટ, દર્દીઓના ધસારાને લઈને વોર્ડ ફૂલ થયો
- હોસ્પિટલના ફિમેલ વૉર્ડમાં 12 દર્દીઓને ફ્લોર બેડ આપી સારવાર કરવાની ફરજ પડી
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં રોગચાળા તેમજ ઇન્ડોર દર્દીઓમાં વધારો થતાં જ હોસ્પિટલમાં વિવિધ વૉર્ડમાં બેડ ખૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.આજે પણ હોસ્પિટલના ફિમેલ વૉર્ડમાં બેડના અભાવે 12 જેટલા મહિલા દર્દીઓને ફ્લોર બેડ આપી સારવાર કરવાની ફરજ પડી હતી.
પોરબંદરમાં જિલ્લા કક્ષાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ આવેલ છે.આ હોસ્પિટલમાં પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ચોમાસાના પ્રારંભ થતા જ દર્દીઓમાં વધારો થયો છે.
પોરબંદરની ભાવસિંહજી સરકારી હૉસ્પિટલની જનરલ ઓપીડી તેમજ ઇન્ડોર દર્દીઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.જેને લઈને હોસ્પિટલમાં આવેલ વિવિધ વૉર્ડમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ઇન્ડોર દર્દીઓમાં વધારો થતાં જ ભૂતકાળમાં હોસ્પિટલના વૉર્ડમાં બેડ ખૂટી પડ્યા હતા.
ત્યારે હોસ્પિટલમાં ઇન્ડોર દર્દીઓ વધતા ફરી હોસ્પિટલના ફિમેલ વૉર્ડમાં બેડ ખૂટી પડ્યા હતા અને આ વૉર્ડમાં 12 જેટલા મહિલા દર્દીઓને ફ્લોર બેડ આપી સારવાર કરવાની ફરજ પડી હતી.
.