દિવડા કોલોનીએક કલાક પેહલા
- કૉપી લિંક
- શિક્ષકનું શાલ ઓઢાડી બહુમાન કરાયું
કોલોની કડાણા તાલુકાની એકલવ્ય માધ્યમિક શાળા ડીટવાસમાં 18 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા કડાણા ગામના ઇન્દ્રસિંહ પુંવાર કડાણાની શાળા આચાર્ય તરીકે નિમણુંક થતા ડિટવાસની એકલવ્ય મા. શાળા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને ઇન્દ્રસિંહનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
એક કર્મનીષ્ઠ શિક્ષકને વિદાય આપવા શાળાના બાળકો શાળા સ્ટાફ સાથે 2 હજાર જેટલા ગામ લોકો ભીની આંખે વિદાય આપતાં પટાંગણમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષક ઇન્દ્રસિંહની વિદાય સમયે રાજ્યના શિક્ષણમંત્રી પણ આ દ્રશ્યો જોઈ શિક્ષક ઇન્દ્રસિંહના કામને બિરદાવ્યું હતું. શિક્ષણમંત્રી દ્રારા શાલ ઓઢાડી પોતાના વાક્યમાં કહ્યું હતું કે ભારત વર્ષમાં શિક્ષક અને શિક્ષણની પ્રણાલી અદભુત હોય છે ઇન્દ્રસિંહ બાપુની વિદાયમાં આટલી મોટી હાજરી સાબિતી કરે છે કે શિક્ષક કોઇ દિવસ સાધારણ હોતા નથી.
.