સુરત2 મિનિટ પેહલા
- કૉપી લિંક
- 365 તંતુની પવિત્રા બનાવીને વૈષ્ણવો ગુરુદેવને અર્પણ કરશે
- મધ્યરાત્રીએ મહાપ્રભુજીને ઠાકોરજીએ મહામંત્ર આપ્યો હતો
શ્રાવણ સુદ એકાદશી પુત્રદા એકાદશી અને પુષ્ટિમાર્ગમાં પવિત્રા એકાદશી કહેવામાં આવે છે. આજના દિવસે પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીને મધ્યરાત્રીએ ઠાકોરજી એ બ્રહ્મ સંબંધ મહામંત્ર આપ્યો હતો. તે સમયે તેમની પાસે ઠાકોરજીને અર્પણ કરવા માટે અન્ય કોઈ વસ્તુ નહોતી તેથી મીસરી અર્પણ કરી હતી. બીજા દિવસે મહાપ્રભુજીએ તે મંત્ર દામોદર દાસ હરસાણીને આપીને પ્રથમ શિષ્ય બનાવ્યા હતા. તેથી વૈષ્ણવ સંપ્રદાયમાં પવિત્રા એકાદશીનું અનેરુ મહત્વ છે. વૈષ્ણવ આચાર્ય ગોવિંદ રાયજી મહારાજે જણાવ્યું હતું કે પવિત્ર એકાદશી એટલે પુષ્ટિ માર્ગનો જન્મ દિવસ ગણાય. જેમ મહાપ્રભુજીએ ઠાકોરજીને મંત્ર આપ્યો હતો. તેમ મહાપ્રભુજી અને તેમના બાલકો દ્વારા વૈષ્ણવોને બ્રહ્મસબંધ અપાય છે. જોકે પવિત્રા એકાદશી પરંપરા વર્ષો જૂની છે.
વેદોમાં પણ ઉલ્લેખ છે પરંતુ મહાપ્રભુજીના આવ્યા પછી તે વધુ પ્રચલિત બની છે. જેમ પતિ પત્નીનો પવિત્ર સંબંધનું પ્રતીક મંગળસૂત્ર છે. ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક રક્ષા સુત્ર છે તેમ વૈષ્ણવો પણ પોતાનો પવિત્ર ભાવ ગુરુદેવને અર્પણ કરે છે. 365 દિવસ ઠાકોરજીની સેવા કરી હોય તેના 365 સૂત્રની બનાવેલી પવિત્રા વલ્લભકુળ બાલકો ઠાકોરજીને ધરાવે છે અને બીજા દિવસે પવિત્રા બારસ નિમિત્તે દરેક વૈષ્ણવો પોતાના ગુરુદેવને ધરાવે છે. તેથી અન્ય પરંપરામાં જેમ ગુરુપૂર્ણિમાનું મહત્વ છે તેવું જ મહત્વ પુષ્ટિમાર્ગમાં પવિત્રા બારસનું રહેલું છે.
.