અમદાવાદએક કલાક પેહલા
- કૉપી લિંક
આઝાદીના રંગમાં સમગ્ર દેશ રંગાઈ ગયો છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ પણ તેની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી રહ્યાં છે. અમદાવાદના સદર બજાર વિસ્તારમાં આવેલી શ્રીમતી જી.જી.આઈ. કેન્ટોનમેન્ટ શાળામાં પણ 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વતંત્રતા દિવસની ઉજવણી
શાળાના બાળકો દ્વારા આ દિવસને યાદગાર બનાવવા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. નાટ્ય પ્રવૃત્તિ, દેશ ભક્તિના ગીતો પર નૃત્ય તેમજ શાળાના પ્રાંગણમાં સુંદર શણગાર કરીને વિદ્યાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કરી લીધા હતા. બાળકોએ “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ પણ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની થીમ પર નાટ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટ્ય થકી વિદ્યાથીઓએ લોકોને સૌ ધર્મ સમાન છે, અને સમગ્ર ભારત એક તેમજ શ્રેષ્ઠ છે તેવો સંદેશ પહોંચાડ્યો હતો.
“એક ભારત શ્રેષ્ઠ ભારત” ની થીમ પર નાટ્ય રજૂ થયું
77મા સ્વતંત્રતાના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના સીઈઓ ગોકુલ મહાજન, શ્રીમતી જી.જી.આઈ. કેન્ટોનમેન્ટ શાળાના આચાર્ય માનસી કનોજીયા, તેમજ શાળાના વિવિધ શિક્ષકગણ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.