પાટણએક કલાક પેહલા
- કૉપી લિંક
સિદ્ધપુર તાલુકાના સુજાનપુર ગામે આવેલી તીરંગા કોલેજમાં નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એસિડે ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પરીક્ષામાં નાપાસ કરવાની પ્રોફેસરની ધમકીના કારણે વિદ્યાર્થીએ જિંદગી ટૂંકાવી હોવાનો તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
સિદ્ધપુર પાલનપુર હાઇવે ખાતે આવેલ તિરંગા વિધા સંકુલમાં નસિંગ કોલેજમાં સિદ્ધપુર હરિશંકરના આરા પાસે રહેતા અરુણભાઈ પ્રકાશભાઈ દેવીપૂજક નામવા વિદ્યાર્થી અભ્યાસ કરતો હતાં. અરુણે શનિવારે રાત્રે એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તાત્કાલીક સિદ્ધપુર ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે પાટણ ખસેડાયો હતો. સારવાર દરમિયાન ગતરાત્રિએ અરુણનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રોફેસરની ધમકીના કારણે આત્મહત્યા કર્યાનો આક્ષેપ
મૃતકના પિતા પ્રકાશભાઈ પટણીએ જણાવ્યું હતું કે, મારો દીકરો સુજાનપુર તિરંગા કોલેજમાં ડી.આઈ.પટેલ કોલેજમાં નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.જ્યારથી એડમિશન લીધું ત્યારબાદ એક વર્ષથી ટોર્ચરીંગ ચાલુ થઈ ગયું હતું. મારો દીકરા કંઈક સિક્રેટ જાણી ગયો હતો એમ મને કહેતો હતો. સાહેબની પોલ હું જાણી ગયો છું એટલે મને હેરાન કરે છે એવુ કહેતો હતો. આ બાબતના કારણે પ્રોફેસર તેને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ મૃતકના પિતાએ કર્યો હતો.