અમદાવાદએક કલાક પેહલા
- કૉપી લિંક
ચંદ્રયાન 3 સ્પેસ ક્રાફ્ટનું બધુવાર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થશે. ભારત માટે ઐતિહાસિક બનનારી ઘટનાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિશેષ તૈયારી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સ્માર્ટીસિટી પ્રોજેક્ટ હસ્તકની 126 જેટલી વિશાળ LED સ્ક્રીન (VMD)પર સમગ્ર ઇવેન્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. ભારત દેશ માટે વૈશ્વિક ગૌરવરૂપી ઘટનાના સામાન્ય નાગરિકો પણ સાક્ષી બની શકે એ માટે આયોજન કરાયું છે. ગૌરવપૂર્ણ ક્ષણ એવી ચંદ્રયાન 3ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ સમયે ઘરે ઉપસ્થિત ન હોય એવા નાગરિકો સ્માર્ટ સિટી દ્વારા શહેરભરમાં લગાવવામાં આવેલા કુલ 126 LED સ્ક્રીન (VMD) પર સાંજે 5.20 કલાકથી નિહાળી શકશે.
સ્પેશિયલ ટ્રેન લંબાવવાનો નિર્ણય
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના કુલ 8 ફેરા સ્પેશિયલ ભાડા પર લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ, તેને 31 ઓગસ્ટ, 2023 સુધી દોડનારી હતી. જે હવે 07 સપ્ટેમ્બર, 2023થી 28 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. જ્યારે ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ જે 03 સપ્ટેમ્બર 2023 સુધી દોડનારી હતી તે હવે 01 ઓક્ટોબર 2023 સુધી લંબાવવામાં આવી છે.
.