The Sessions Court at Dhoraji convicted the couple, sentenced them to 10 years and fined them. | ધોરાજીની સેશન્સ કોર્ટે પતિ-પત્નીને તકસીરવાન ઠેરવ્યા, 10 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો

Spread the love

રાજકોટ34 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક વિધવા સાથે વર્ષ 2020માં દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં ભોગ બનનાર મહિલાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે ચાલી રહેલા કોર્ટ કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે આ કેસના આરોપી પતિ-પત્નીને 10 વર્ષની સજા અને રૂપિયા 5 હજારનો દંડ ફટકારેલો છે.

રાજકોટના ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 28 જાન્યુઆરી 2020ના દુષ્કર્મનો ભોગ બનનાર વિધવા મહિલાએ એક પોલીસ ફરિયાદ લખાવેલી હતી કે, ગત તારીખ 24 જાન્યુઆરી 2020ના રોજ પોતાના બાળકો સાથે પોતાના ઘરે સુતા હતા. ત્યારે એક સંજયગર ઉર્ફે ચીકુ કાંતિગર મેઘનાથી તેના ઘરે આવ્યો અને તેના પત્ની ભાવનાબેન ઉર્ફે ભાવલી મેઘનાથી પણ સાથે આવી હતી. જેમાં સંજયગર ઉર્ફે ચીકુએ પોણા બે વાગ્યે ધરારથી ભોગ બનનારની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ વખતે આરોપી સંજયગર ઉર્ફે ચીકુના પત્ની ભાવના ઉર્ફે ભાવલી ઘરની બહાર ધ્યાન રાખીને ઉભા હતા. તેવો એક બનાવ સામે આવ્યો હતો.

આ બનાવ બાદ સમગ્ર મામલે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાતા તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.વસાવાએ આ બનાવ અંગેની તપાસ કરેલ હતી. જેમાં તેમણે મુદત હરોળ તપાસ પૂર્ણ કરી અને ચાર્જશીટ કરેલું હતું. ત્યાર બાદ ધોરાજી સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલેલો હતો. આ કેસમાં સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ રોકાયેલા હતા. આ કેસમાં પુરાવો નોંધાઈ ગયા બાદ તેમણે દલીલ કરેલી હતી કે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ પ્રમાણે પુરાવા મળેલા છે.

આ કેસમાં ભોગ બનનાર વિધવા છે અને ભોગ બનનારના કથનને મેડિકલ તથા સાયન્ટિફિક રિપોર્ટનું સમર્થન મળી રહ્યું છે. ત્યારે ભોગ બનનારની વાતને ન માનવાને કોઈ કારણ નથી. તેવી બાબત સામે આવી હતી. આ બનાવમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ સ્ત્રી દુષ્કર્મનો ખોટો કેસ કરે જ નહીં. ત્યારે આ કેસમાં આરોપી નંબર બે એટલે કે ભાવનાબેન ઉર્ફે ભાવલી સંજયગર ઉર્ફે ચીકુ કાંતિગર મેઘનાથી મહિલા હોવા છતાં આરોપી નંબર એક સંજયગર ઉર્ફે ચીકુ કાંતિગર મેઘનાથીની મદદગારી કરેલી છે. દરવાજા બહાર ધ્યાન રાખી અને બનાવને અંજામ અપાવેલ છે તેને હળવાશથી લઈ શકાય નહીં. આરોપીઓને તકસીરવાન ઠરાવવા રજૂઆત કરેલી હતી.

ધોરાજીમાં બનેલા આ બનાવમાં ધોરાજીના મહેરબાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આ મામલામાં સમગ્ર પુરાવો તથા કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાને લઇ અને આરોપી સંજયગર ઉર્ફે ચીકુ કાંતિગર મેઘનાથી તથા તેમના પત્ની ભાવનાબેન ઉર્ફે ભાવલી સંજયગર ઉર્ફે ચીકુ કાંતિગર મેઘનાથી ભારતીય દંડ સંહિતાની કલમ 376, 323 તથા 114 મુજબ આ કેસમાં તકસિરવાન ઠરાવી બન્નેને 10 વર્ષની આકરી કેદની સજા અને રૂપિયા 5000 દંડ ફટકારેલ છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *