ભુજ29 મિનિટ પેહલા
- કૉપી લિંક
- વહીવટી અધિકારીઅોઅે 1 માસ પહેલા માંગણી મૂકી હતી
- 16મી સપ્ટેમ્બર મુદ્દત પૂરી થતી હોઈ અંત સમયે દોડધામ થશે
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પ્રમુદ પદની 16મી સપ્ટેમ્બરે મુદ્દત પૂરી થાય છે, જેથી વહીવટી અધિકારીઅોઅે 1 માસ પહેલા જ વેળાસર રોટેશન મોકલવા માંગણી મૂકી દીધી હતી. પરંતુ, હજુ સુધી જાહેર થયું નથી, જેથી વહીવટી પ્રક્રિયા માટે અધિકારીઅોને અંત સમયે દોડધામમાં મૂકાવું પડશે.
તાલુકા અને જિલ્લા પંચાયતમાં ગામડાના લોકોનું પ્રતિનિધિત્વ કરવા સ્થાનિક ગ્રામજનો દ્વારા ચૂંટાયેલા સદસ્યો અાવતા હોય છે, જેમાંથી પદાધિકારીઅોની વરણી થતી હોય છે. જોકે, અેમાંય પ્રમુખ પદનું રોટેશન અઢી અઢી વર્ષ માટે અલગ અલગ હોય છે.
સ્ત્રી, પુરુષ, સામાન્ય, બક્ષીપંચ, અનુસૂચિત વગેરે જાતિ માટે નક્કી થતું હોય છે. ભુજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વર્ષ 2021ના માર્ચ માસમાં ચૂંટાઈને અાવેલા સદસ્યોમાંથી ભુજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદનું રોટેશન સ્ત્રી સામાન્ય હતું, જેથી હવે પુરુષ સામાન્ય અાવશે કે પછી અનુસૂચિત અાવશે અે અટકળોનો વિષય બની ગયો છે. પરંતુ, બંનેમાંથી કયો રોટેશન હશે અે હજુ નક્કી નથી અેટલે સાૈથી વધુ વહીવટી અધિકારીઅો માટે અંત સમયે દોડધામની ચિંતાનો વિષય બની ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ અેકાદ માસ પહેલા વહીવટી અધિકારીઅોઅે વેળાસર રોટેશન જાહેર કરવા માંગણી મૂકી દીધી હતી. પરંતુ, હવે વીસેક દિવસ બાકી છે ત્યાં સુધી અાવ્યું નથી અેટલે રાત થોડીને વેશ ઝાઝા જેવો તાલ સર્જાય અેવી શક્યતા છે. બીજી તરફ સૂત્રોઅે જણાવ્યું હતું કે, સોમવાર સુધી જાહેર થઈ જાય અેવી શક્યતા છે. વધીને અેકાદ સપ્તાહ લાગશે. જે માટે વહીવટી અધિકારીઅો જો અને તોની શક્યતાઅે અત્યારથી તૈયારીઅોમાં લાગી ગયા છે.
.