The rickshaw overturned after hitting the cart; The rickshaw driver died during the short treatment while 4 others sustained injuries | ગાડીએ ઠોકર મારતા રિક્ષા પલટી મારી ગઈ; રિક્ષા ચાલકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્ત

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Rickshaw Overturned After Hitting The Cart; The Rickshaw Driver Died During The Short Treatment While 4 Others Sustained Injuries

રાજકોટ5 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટના પરવેટા ગામે રહેતાં અને છકડો રીક્ષા ચલાવતાં કાનાભાઈ ભાદાભાઈ લીંબડીયા (ઉ.વ.47) સવારના પોતાના ગામથી નીકળી કુવાડવા તરફ જતાં હતા ત્યારે રામપર બેટી પાસેથી કમલેશભાઈ જેન્તીભાઈ વાળા (ઉ.વ.25), તેના પત્ની હેતલબેન (ઉ.વ.22), નાગજીભાઈ મંગાભાઈ રાઠોડ (ઉ.વ.32) અને તેના પત્ની સંગીતાબેન (ઉ.વ.28)ને રીક્ષામાં બેસાડી કુવાડવા તરફ નીકળ્યાં ત્યારે કુવાડવા હાઇવે પર આવેલ જીજે-03 કાઠિયાવાડી હોટલ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવેલ કંપાસ જીપ ગાડીએ ઠોકર મારતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી અને રીક્ષામાં સવાર રીક્ષાચાલક સહિત પાંચેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં અને તમામને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં રીક્ષાચાલકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટાફ આવી જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર અજાણ્યાં કારચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

વીજચોરીના કેસમાં ઘરપકડ થતાં હાર્ટએટેકથી મોત
રાજકોટના નાનામવા ચોકમાં આવાસ કવાર્ટરમાં રહેતા હનિફ નુરમહંમદ વરોધ (ઉ.વ.56) વીજ ચોરીના કેસમાં જેલમાં હતો. આ દરમિયાન આજે હાર્ટએટેક આવી જતા તેનું મોત નીપજયું હતું. હનિફભાઈ પોતાના ઘરે વીજચોરી કરતા પકડાયા પછી તેને વીજ કંપનીના અધિકારીઓએ દંડ ફટકાર્યો હતો. દંડ ન ભર્યો હોય હનિફભાઈને જેલહવાલે કર્યા હતા. તેઓ જેલમાં હતા ત્યારે ચકકર આવી જતા અને છાતીમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતા સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. અહીં રાત્રે 2.30 વાગ્યા આસપાસ સારવારમાં જ દમ તોડી દીધો હતો. તબીબોના પ્રાથમીક અભિપ્રાય મુજબ હનિફભાઈને હાર્ટ એટેક આવ્યો હતો તે રીક્ષા ચલાવતા હતા.

​​​​​​​

જુગાર રમતા લોકોની ધરપકડ કરી
​​​​​​​
રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ ટિમ પેટ્રોલીંગમા હતી ત્યારે બાતમી મળી કે મોરબી રોડ પર આવેલ ગણેશનગર શેરી નં.10ના ખૂણા પર જાહેરમાં કુખ્યાત ઈબ્રાહીમ ઉર્ફે ઈભલો ઘોડીપાસાની જુગાર-કલબ ચલાવે છે, જેના આધારે દરોડો પાડી જુગાર રમતા ઈબ્રાહીમ ઉર્ફે ઈભલો કરીમ કાથરોટીયા, અબ્દુલ ગફાર કટારીયા, સલીમ ઉર્ફે સોલયો કરીમ કાથરોટીયા અને ઈમરાન ઉર્ફે ઈમુડો મહેબુબ ભાડલાને ઝડપી પાડી રૂ.12,240ની રોકડ રકમ કબ્જે કરી હતી. જુગાર-કલબમાં ઝડપાયેલા નામચીન ઈબ્રાહીમ ઉર્ફે ઈભલા સામે હત્યા હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ, મારામારી, દારૂ સહીતના 50 થી વધુ ગુના અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયેલ છે તેમજ છ વખત ઈભલો પાસામાં અલગ-અલગ જેલમાં હવા ખાઈ ચૂકેલ છે.

કૂવામાંથી ​​​​​​​ગઈકાલે સાંજે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
​​​​​​​
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર મેંગો માર્કેટ નજીક આવેલી ખોડલધામ રેસીડેન્સી પાછળના કૂવામાંથી ગઈકાલે સાંજે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ જાણકારી નવાગામ આણંદપરના સરપંચ લાલજીભાઈ સોલંકીને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ બી ડીવીઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ એચ.એમ.કોઠીવાળે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *