રાજકોટ25 મિનિટ પેહલા
રંગીલા રાજકોટમાં છેલ્લા અઠવાડિયાના સમયગાળામાં નાના બાળકો પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ગઇકાલે 11 વર્ષની સગીરા સાથે અડપલાં ઘટના બાદ આજે 10 વર્ષની બાળકી પર 43 વર્ષના આધેડે નજર બગાડી હતી અને ગોંડલ રોડ પર આવેલા માતાજીના મંદિરે દર્શન કરીને ઘરે જઈ રહેલી બાળકીનો બાઇક લઈ પીછો કરી બાળકીને કાંઈક લઈ આપું કહી કોમ્પ્લેક્સમાં આવેલા પાર્કિંગમાં પાછળના ભાગે ખૂણામાં લઇ જઇ ઝાપટ મારી વાળ પકડી બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. આ બનાવમાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ તેની પૂછપરછ હાથ ધરી છે.
ફરિયાદનાં આધારે આરોપીની ધરપકડ કરી
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં ભાડેથી રહેતા નેપાળી પરિવારના યુવકની ફરિયાદ પરથી પ્રથમ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઇપીસી કલમ 354(ક), 354(ખ), 354(ઘ), 342, 376(1), 376(કખ), 511, 323 અને પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જે બાદ આ બનાવમાં ભક્તિનગર પોલીસ સ્ટાફે આરોપીની ઓળખ મેળવી ભક્તિનગર સર્કલ પાસે વાણીયા વાડી શેરી.2માં રહેતા ભાવિન વિજયભાઈ કારીયા (ઉ.વ.43)ને ઝડપી લીધો હતો.
એકલી જતી બાળકી પર નજર બગાડી
આરોપી રૈયાધારમાં સનરાઈઝ કોમ્પ્લેક્સમાં ડેકોરેશનનો વ્યવસાય કરે છે તેમજ તેમના પિતા ભાજપ કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિક પરિવારની 10 વર્ષની બાળકી ગોંડલ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં રહે છે. ગઈ તા.31.08.2023ના રોજ બાળકી સવારના આઠેક વાગ્યે ઘર નજીક આવેલા મંદિરે દર્શન કરવા ગઈ હતી. ત્યારબાદ બાળકી ચાલીને ઘરે આવતી હતી ત્યારે તેના પર ભાવિનની નજર પડી હતી અને બાળકી એકલી જઈ રહી હોય તેની પર નજર બગાડી બાઈક લઇ તેનો પીછો કર્યો હતો. બાળકીની નજીક પહોંચી બાઈક ઘોડી ચડાવી સાઈડમાં પાર્ક કરી દીધું હતું અને કૈક વસ્તુ લઇ દેવાની લાલચ આપી ત્યારબાદ બાળકીને કોમ્પ્લેક્સમાં નીચે પાર્કિંગમાં લઈ ગયો હતો અને ત્યા અંધારામાં ખુણામાં બાળકીને ગાલ પર ફડાકા ઝીંકી અને બાદમાં બાળકીને ચોરણી ઉતારી વાળ ખેંચી દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકી હેબતાઈ ગઈ હતી. બાળકીએ રાડો પાડતાં આરોપી ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ બાળકી રડવા લાગી હોય જેથી ઘરે જતા તેમના પરિવારે તેણીને પૂછતાં તમામ હકીકત જણાવી હતી. આ મામલે બાળકીના કાકાએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…