The petition will be filed by the Chief Minister for showing obscenity instead of entertainment through OTT platforms in the digital age. | ડિજિટલ યુગમાં મનોરંજનને સ્થાને અશ્લીલતાને દેખાડવામાં આવતા જેનાચાર્ય દ્વારા પિટિશન દાખલ કરાશે

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Petition Will Be Filed By The Chief Minister For Showing Obscenity Instead Of Entertainment Through OTT Platforms In The Digital Age.

સુરત6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજી.

બદલાતા સમયની સાથે મનોરંજનના સાધનો પણ બદલાઈ રહ્યા છે અને તેને લોકો સુધી બતાવવાના માધ્યમોમાં પણ ફેરફાર આવી રહ્યા છે. થિયેટર અને મલ્ટિપ્લેક્સમાં તેમાં ટેલિવિઝનમાં બતાવતા ફિલ્મોને લઈને સેન્સરશિપ છે, પરંતુ OTT માધ્યમથી બતાવતા ફિલ્મો ઉપર સેન્સરશિપ ક્યારે આવશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

જૈનાચાર્ય દ્વારા પિટિશન દાખલ કરાશે
વર્તમાન સમયમાં જે રીતે મુવી અલગ અલગ વિષય ઉપર બનાવવામાં આવી રહ્યા છે, તેને લઈને પણ વિવાદો સામે આવતા રહે છે. ખાસ કરીને ફિલ્મમાં બદલાવતા અશ્લીલ દૃશ્યોને કારણે પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી સ્થિતિ પણ રહેતી નથી. ઘણા ફિલ્મોમાં તો અભિનેતા અને અભિનેત્રી દ્વારા બોલવામાં આવતી ભાષા પણ એટલી નિમ્નકોટીની હોય છે કે, બાળકો અને પરિવારના સભ્યો સાથે તેને સાંભળી પણ નથી શકાતા. આ પ્રકારના દ્રશ્યો અને સંવાદો ઉપર લગામ કસવાની જરૂર જણાઈ રહી છે, એવું જેના આચાર્ય માની રહ્યા છે. તેના કારણે તેમણે પ્રયાસો શરૂ કર્યા છે.

OTT માટે સેન્સર શીપ લાવવી જરૂરીઃ રત્નસુંદર સૂરીશ્વરજી
પદ્મભૂષણ રત્નસુંદર સૂરીશ્વરજીએ જણાવ્યું હતું કે, OTT માધ્યમને લઈને કેટલાક પરિવારના લોકો મને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે રીતે વેબ સિરીઝમાં ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી રહી છે, તે ખૂબ જ નિમ્ન કોટીની હોય છે. આગળ પણ સેક્સ એજ્યુકેશનને લઈને મેં લડાઈ લડી હતી, તેમાં મને સફળતા મળી હતી. હું કેન્દ્ર સરકારના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી લીધી છે. તેમજ વિરોધ પક્ષના પણ નેતાઓ સાથે મુલાકાત કરી છે. ભૂતકાળમાં એક દિગ્ગજ અભિનેતાએ પણ કહ્યું હતું કે, જે પ્રકારના વેબ સિરીઝ આવી રહ્યા છે તે હું મારા પરિવારના સભ્યો સાથે પણ જોઈ શકતો નથી. આ બાબતથી તમામ લોકો પરિચિત છે, પરંતુ એનો વિરોધ થતો દેખાતો નથી. આગામી દિવસોમાં આ બાબતે હું કાયદેસરની પિટિશન દાખલ કરવા જઈ રહ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *