મોરબી5 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને બદનામ કરવાના ષડ્યંત્ર રચી તેમજ 8 કરોડની ખંડણી માંગનાર શખ્શ મોરબીની બે હોટેલમાં ખોટા આધાર કાર્ડ બતાવી રોકાણ કર્યું હોય જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જે આરોપી સુરત પોલીસના હાથે ઝડપાયો હોય જેથી સુરત પોલીસ પાસેથી આરોપીનો કબજો મેળવી મોરબી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
આરોપી જિનેન્દ્ર ભરતભાઈ શાહ અને વિજયસિંહ રાજપુત વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી જિનેન્દ્ર શાહ પોતાની સાચી ઓળખ છુપાવીને મોરબીના જેલ રોડ ઉપર આવેલ જે.કે. હોટલ તથા શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે રોકાયો હતો. ત્યારે તેણે નિલેશ પોશિયા આધાર કાર્ડ રજૂ કર્યું હતું અને ખોટું નામ ધારણ કરીને તથા ખોટું આધાર કાર્ડ રજૂ કરીને નિલેશ પોશિયાના નામથી જ તેણે સહી પણ કરી હતી અને આઈડી પ્રૂફ પોતાના નહીં હોવાનું જાણતો હોવા છતાં પણ પોતાની ઓળખ છુપાવવા માટે થઈને આ શખ્સ દ્વારા ખોટા નામે હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું.
આઈડી પ્રૂફની વ્યવસ્થા તેને વિજયસિંહ રાજપુત દ્વારા કરી આપવામાં આવી હતી. જેથી હોટલના રજીસ્ટરોમાં ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહી કરી અને રૂમ ભાડે રાખવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું. મોરબી એ-ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં આરોપી જિનેન્દ્ર શાહ સુરતથી કબ્જો મેળવી મોરબી એ-ડીવીઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.