પાલનપુરએક કલાક પેહલા
- કૉપી લિંક
- પાલનપુર પાલિકાએ સંચાલકો સંકલન ન કરતાં મામલો ગુંચવાયો
પાલનપુર શહેરમાં રખડતા પશુઓને પકડવા પાલિકા દ્વારા કરવામાં આવેલી ટેન્ડરિંગ પ્રક્રિયા વિવાદોમાં આવી છે . જે એજન્સીને ગાયોને પકડવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે તેના 2400 રૂપિયા નક્કી કરાયા છે પરંતુ પાંજરાપોળને ચૂકવવાનું વળતર નક્કી કરાયું નથી. આમ અગાઉથી પાલિકા અને પાંજરાપોળ વચ્ચે સંકલન કર્યા વિના જ ટેન્ડરિંગ પ્રક્રિયા કરતાં આમને સામને આવી ગયા છે.પાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુઓને પકડવા તેમજ તેની યોગ્ય રીતે જાળવણી થાય તે પ્રકારેની વ્યવસ્થા કરવા માટે એજન્સીની નિમણૂક કરવામાં આવી છે.
પાંજરાપોળની ગ્રાન્ટ બંધ કરવા પ્રાંત સાથે ચર્ચા કરી નિર્ણય લઈશું: ચીફ ઓફિસર
ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીએ જણાવ્યું હતું કે “પાલનપુરના રખડતા ઢોરને પકડવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે પરંતુ પાંજરાપોળના સંચાલકો રખડતા ઢોર લેવાની ના પાડતા હોઇ આવા પાંજરાપોળની ગ્રાન્ટ બંધ કરવા અમે પ્રાંત અધિકારી સાથે ચર્ચા કરી છે અને પાલિકાએ રખડતા ઢોર પકડવા પાંજરા સહિતના તૈયાર કરી પશુ પકડી તેને રાખવાની વ્યવસ્થા કરાશે.
એપ્રિલ માસથી કોઈ સહાય અપાઇ નથી કેવી રીતે નવા ઢોર રાખીએ? પાંજરાપોળ સંચાલક
“સરકાર દ્વારા પ્રતિ ઢોર 30 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી હતી અને અગાઉ છ માસની સહાય આપવામાં આવી હતી. જે બાદ એપ્રિલથી હજુ સુધી કોઈને સહાય મળી નથી. અને એમાં પણ પ્રતિ પાંજરાપોળ 3000 પશુઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આવા કિસ્સાઓમાં પશુને રાખવામાં 50થી 55 રૂપિયાનો ખર્ચ આવે છે. હવે જો નગરપાલિકા વિસ્તારના રખડતા પશુઓ રાખીએ તો તેમને નિભાવ માટે ખર્ચ અને વધારાની જગ્યા માટે સરકાર કંઈક કરે તો અમે સ્વીકારવા તૈયાર છીએ.”
.