મોરબી39 મિનિટ પેહલા
- કૉપી લિંક
- મોરબીના માર્ગો પર આજથી ફરી દોડવા લાગશે સિટીબસ
મોરબીમાં સામાન્ય- મધ્યમ વર્ગ માટે હવે 5 થી10 રૂપિયામાં સીટી બસની મુસાફરીનો લાભ મળશે.જેમાં મોરબી પાલિકા દ્વારા કાલે શુક્રવારથી 11 સીટી બસ શરૂ થનાર છે. છેલ્લા ચાર મહિનાથી બંધ રહેલી બસ સેવા શરૂ થતાં હવે સામાન્ય અને મધ્યમવર્ગને રીક્ષાના તોતિંગ ભાડા ભરવા નહીં પડે અને નજીવી રકમમાં પરિવહન શક્ય બનશે.
મોરબી નગરપાલિકાને ખોટના ખાડામાંથી બહારથી લાવવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નગરપાલિકાનું સુકાન હાથમાં લઈને ધીરેધીરે પાલિકાના કામોના વિકાસની ગાડી પાટે ચડાવી છે. ખાસ કરીને તેઓએ સીટી બસના કોન્ટ્રાક્ટરની લાલીયાવાડી બંધ કરાવીને સિટી બસનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો અને સિટી બસના સંચાલનને નગરપાલિકા હસ્તક લઈ નગરપાલિકા દ્વારા જ ચાલુ કરવાના પ્રયાસો હાથ ધરીને હવે નગરપાલિકા દ્વારા જ 11 સિટી બસ તમામ વિસ્તારમાં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા.1 સપ્ટેમ્બરથી નગરપાલિકા દ્વારા 11 સિટી બસ શરૂ કરવામાં આવશે અને ધારાસભ્ય લીલીઝંડી આપી આ 11 સીટી બસોનો પ્રારંભ કરાવશે અને લોકોને 5 કે 10 રૂપિયામાં સીટી બસની મુસાફરીનો લાભ મળશે તેથી લોકોને હવે રિક્ષાના મોંઘા ભાડામાં લૂંટાવું નહિ પડે.
.