પાલનપુર12 મિનિટ પેહલા
- કૉપી લિંક
- એજન્સી ધારકે પાંજરાપોળમાં પશુઓ રાખવા કહ્યું તો સંચાલકોએ જગ્યા નથી કહી ના પાડી
- એજન્સી ધારક હવે ખાનગી ખેતરમાં વાડો બનાવીને રાત્રે પશુઓ પકડશે
પાલનપુર શહેરમાં રખડતા પશુઓને પકડવા પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.જેથી એજન્સી દ્વારા ગાયોને પકડવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.પરંતુ પાંજરાપોળ દ્વારા ગાયોને સ્વીકારવામાં ન આવતા કામગીરી અટકી છે. જોકે ટેન્ડર મેળવનાર એજન્સી એ હવે ખેતર ભાડે રાખીને પશુઓ તેમાં રાખશે તેમ જણાવ્યું છે.
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુઓને પકડવા તેમજ તેની યોગ્ય રીતે જાળવણી થાય તે પ્રકારેની વ્યવસ્થા કરવા માટે એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. જેથી એજન્સી દ્વારા ગાયોને પકડવા માટેનું પાંજરું તેમજ રાખવા માટેની જગ્યાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.પરંતુ ગાયોને જે જગ્યા પર રાખવામાં આવે છે.
તે જગ્યા પરથી ગાયનો મૂળ માલિક ગાય લેવા ન આવે તો તે ગાયોને અન્ય પાંજરાપોળમાં ખસેડવામાં આવતી હોય છે. પરંતુ આ ગાયોને રાખવા માટે કોઈ પાંજરાપોળ તૈયાર ન થતી હોવાથી અત્યારે ગાયોને પકડવામાં આવે તો તેને રાખવી કઈ જગ્યા પર તે મુદ્દાને લઇ અત્યારે કામ અટકી પડ્યું છે.
જેથી આ બાબતે ગાયોને પકડનાર એજન્સી દ્વારા પ્રાંત અધિકારીને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં પાંજરાપોળ ના સંચાલકો દ્વારા ગાયો રાખવા માટે સહમતની દર્શાવવામાં આવશે. એજન્સી સંચાલકે જણાવ્યુ હતુ કે પાંજરાપોળ વાળા ગાયોને લેવા તૈયાર નથી તેમ છતા અમે શુક્રવારથી ગાયો પકડવાનું ચાલુ કરી પાલિકાના ઢોર ડબ્બામાં ત્રણ દિવસ રાખીસુ ત્યારબાદ ખેતરમાં યોગ્ય વ્યવસ્થા કરીશું.
.