The main market of Porbandar was thronged with customers even in the evening of Satam | પોરબંદરની મુખ્ય બજારમાં સાતમના દિવસે સાંજે પણ ગ્રાહકોની ભીડ જામી

Spread the love

પોરબંદરએક કલાક પેહલા

  • કૉપી લિંક
  • આઠમથી મોટાભાગના વેપારીઓ બપોર બાદ દુકાનો બંધ રાખી મેળો મહાલશે

પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવાર નિમિતે બજારમાં તેજી જોવા મળી છે. સાતમના દિવસે મુખ્ય બજારમાં સાંજે પણ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.પોરબંદરમાં તહેવારને લઈને મુખ્ય બજારમાં વિવિધ ખરીદી માટે ગ્રાહકોની ભીડ જામી હતી. જન્માષ્ટમીના તહેવારની ઉજવણી લોકો ઉત્સાહભેર કરતા હોય છે. બાળકોથી માંડીને વૃદ્ધો પણ આ તહેવારને મન ભરીને માણે છે.

મુખ્ય બજારમાં વેપારીઓ આ તહેવારને લઈને અવનવી વેરાયટીનો પુષ્કળ સ્ટોક મંગાવે છે. આજે સાતમના દિવસે મુખ્ય બજારમાં સવારથી ગ્રાહકોની ભીડ જોવા મળી હતી અને સાંજે પણ બજારમાં તેજી જોવા મળી હતી. લોકો મેળામાં ફરવા જતા પહેલા છેલ્લી ઘડી સુધી ખરીદી કરતા નજરે ચડ્યા હતા. મુખ્ય બજારમાં આજે આઠમના દિવસે સવારે વેપારીઓ દુકાન ચાલુ રાખતા હોય છે અને સાંજથી મોટાભાગના વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી મેળાનો આનંદ માણવા લોકમેળામાં મહાલશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *