બારડોલી38 મિનિટ પેહલા
- કૉપી લિંક
મેહુલ પટેલ, હરેન્દ્રસિંહ બારડ
દેશ આઝાદીના અમૃત મહોત્સવ પૂર્ણ કરી 76માં વર્ષની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. આઝાદી પર્વ દરમિયાન દેશમાટે માભોમની રક્ષા કાજે અનેક વિરલાઓ વીરગતિ પામ્યા છે. સુરત અને નવસારી જિલ્લાના ચાર જેટલા જવાનો આવા જ પરાક્રમ અને શાહસ દરમિયાન વીરગતિ વહોરી હતી જે તે સમયે સ્થાનિક નેતાઓ તેમની વીરતા અને બલિદાન માટે વાતો કરી તેમના સ્મારક બનાવવાની જાહેરાત પણ કરી વર્ષના વર્ષો વિતી ગયા પરતું હજુ સુધી તેમના સ્મારક બન્યા નથી. કદાચ શહિદોના પરિવારને દેશના નેતાઓ પ્રત્યે આવી અપેક્ષા ન હોઈ કે તેમના દીકરાનું બલિદાન વિસરાઈ જાય.
પીપેલખેડના શહિદના સ્મારક માટે આશ્વાસનો ક્યાં સુધી??
બીએસએફમાં ફરજ બજાવતી વેળાએ તા. 14-06-1994ના દિવસે મણિપુરમાં ઉગ્રવાદીઓ સાથે લડતા-લડતા ગોળી ખાઈને વાંસદા તાલુકાનાં પીપલખેડ ગામના મહેશભાઈ માહલા શહિદ થયા હતા. વીરગતિ પામ્યાને વર્ષોના વર્ષો વીત્યા બાદ પણ તેમના સ્મારક બનાવવામાં આવ્યા નથી.
મહુવાના શહિદનું સ્મારક પણ હજી નિર્માણ કરાયું નહીં
મહુવાના પારસી યુવાન લેફ્ટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સનખુશ સબમરીન લઈ સિક્રેટ મિશનમા ગયા ત્યારે મધદરિયે તોફાન આવતા તા. 30-08-2010ના રોજ તોફાનમાં ફસાયેલ પોતાના 7 સાથી મિત્રોને બચાવી ખુદ ફાની દુનિયાને અલવિદા કરી શહિદ થઈ ગયા હતા. તેમની આ બહાદુરી બદલ ભારત સરકાર દ્વારા મરણોત્તર શૌર્યચક્રથી સન્માનિત કરાયા હતા. તેમના સન્માનમાં મહુવામાં સ્મારક બનાવવાની જાહેરાત પણ કરાઇ હતી.
કારગીલ યુદ્ધ લડેલા સૈનિકનું પણ સ્મારક બન્યું નથી
કારગીલ યુદ્ધમાં ઓપરેશન વિજયમાં ફરજ બજાવી ચૂકેલા ફરજ સમયે જ એક અકસ્માતમાં શહિદ થયેલા મહુવા તાલુકાના બામણિયાના ભરતભાઈ ગરાસિયાનાને શહાદતના 23 વર્ષ થયાં છે. જે અંતર્ગત બામણિયા ગ્રામ પંચાયતના ગ્રામસભામાં શહીદનું સ્મારક બનાવવા ઠરાવ કરાયો હતો. જેનું સ્મારક આજ સુધી બન્યું નથી.
કાશ્મીરમાં શહિદ સપૂતના સ્મારક માટે માત્ર વચનો જ !
સીઆરપીએફમાં ફરજ દરમિયાન વાંસદા તાલુકાનાં પીપલખેડ ગામના રાયલુભાઈ ગાંગોડાએ કાશ્મીરમાં ફરજ દરમિયાન શહિદ થયા હતા. માતૃભૂમિના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આ શબ્દો સાંભળીને આપણું માથું ગર્વથી ઊંચું થઇ જાય છે. તેમના સન્માનમાં પણ સ્મારક બનાવવાના માત્ર વચનો જ અપાયા છે.
.