સાબરકાંઠા (હિંમતનગર)27 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલમાં ઠેર-ઠેર રોડ પર ગાયોનો જમાવડો વધી ગયો છે. ત્યારે પાલિકા દ્વારા કાર્યવાહી શરુ થાય ત્યારે માલિકો દોડી આવે છે અને ગાયોને હંકારી દે છે. જેને લઈને પાલિકા ખાલી હાથે ફરતી જોવા મળે છે. સૌ કોઈ ગાય માતાની વાત કરતા હોય છે, પરંતુ ગાયની હાલત એટલી ખરાબ જોવા મળે છે કે, રોડ પર પડેલી ગાય જોવે તો કોઈ તેના માટે મદદે આવતું જોવા મળતું નથી. ત્યારે હિંમતનગરની જીવદયા પ્રેમી ટીમ મદદ માટે અવ્વલ નંબરે જોવા મળે છે.

હિંમતનગર જીવદયા પ્રેમી ટીમના એક સભ્યને મંગળવારે રાત્રે ધાણધા ગામ નજીક જંગલ વિસ્તારમાં પાંચ દિવસથી પીડાતી ગાય અને પાણપુર પાસે આખલાને અકસ્માત આ બંને ઘટના અંગે જાણ થતા રાત્રે ટીમ ઘટનાસ્થળે પહોંચીને દવા કરીને જેસીબી અને ક્રેન વડે બીજા વાહનમાં મુકીને ઇડર પાંજરા પોળમાં રાત્રે જ મુકી આવ્યા હતા.

આ અંગે જીવદયા પ્રેમી ટીમના મિતુલ વ્યાસને બે અલગ અલગ ગાયની ઘટના અંગે જાણ થતા ટીમના ચિરાગભાઈ શાહ, અર્પણ રાવલ, કુમારભાઈ ભાટ, દિપકભાઈ સુથાર,મયંકભાઈ અને અન્ય મદદનીશો સાથે ટીમ ધાણધા નજીક આવેલા જંગલમાં છેલ્લા પાંચ દિવસથી એક ગૌ માતા ખરાબ હાલતમાં પડી હતી. જીવદયા ટીમ સ્થળ મંગળવારે રાત્રે ત્યાં પહોંચી જોતા ત્યાં કોઈ સાધન જાય તેમ નહોતું. તો JCBની મદદથી રોડ પર લાવી જરૂરી સારવાર કરાવી ઇડર પાંજરાપોળ મોકલવામાં આવી હતી.

બીજી ઘટનામાં રાત્રિના સમયે હિંમતનગર RTO ઓફિસ નજીક આવેલા પાણપુર વિસ્તારમાં સેન્ટ જેવીઅર્સ સ્કૂલ નજીક રાત્રે એક અજાણ્યા વાહનની ટક્કરથી એક નંદીનું અકસ્માત થતા જીવદયા પ્રેમી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. નંદીને વધારે ઇજા જણાતા તાત્કાલિક જરૂરી સારવાર અપાવડાવીને વધુ સારવાર માટે તાત્કાલિક ક્રેન બોલાવીને ડાલામાં મુકીને ઇડર પાંજરાપોળ મોકલી આપવામાં આવી.