પોરબંદર22 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સ્વચ્છતા રાખવા, વાસી ખોરાક ન રાખવા ચીફ ઓફિસરની સુચના
- પાલિકાના ફૂડ વિભાગની ટીમે ચેકીંગ કરી 7 હજાનો દંડ વસુલ્યો
પોરબંદર પાલીકાના ફૂડ વિભાગ ટીમ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરી 7 ધંધાર્થી સામે કાર્યવાહી કરી કુલ રૂ. 7 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. પોરબંદર પાલિકાની ફૂડ વિભાગ ટીમ દ્વારા ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે પાલિકાના ફૂડ ઇન્સ્પેકટર વિજયભાઈ ઠકરાર, પ્રતાપભાઈ શિયાળ, નીરજભાઈ કોટીયા, મહેશભાઈ બલભદ્ર સહિતની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખુલ્લા ખાદ્ય પદાર્થો અને અસ્વચ્છતા બદલ છાયાચોકી રોડ પર આવેલ મોમોપોર્ટ ફાસ્ટ ફૂડ, નવા ફુવારા સામે સાગર ચા એન્ડ પાન, એસટી સામે આવેલ હરસિદ્ધિ ફરસાણ અને ચામુંડા ટી, કસ્તુરબા રોડ પર આવેલ હરસિદ્ધિ ટી, ન્યુ જેકે પાન એન્ડ કોલ્ડ્રિંકસ અને ચેતન પાન ના ધારકો સામે કાર્યવાહી કરી કુલ રૂ. 7,000નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. લોકોને ખાદ્યપદાર્થોની ખરીદી કરતી વખતે પૂરતો ચકાસણી કરી ખરીદી કરવા અનુરોધ કર્યો છે અને ખાણીપીણીના ધંધાર્થીઓને સ્વરછતા રાખવા અને વાસી ખોરાક તેમજ ખુલ્લો ખોરાક ન રાખવા ચીફ ઓફિસર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.
.