The drop out ratio of class 8 to 9 increased | શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવને પત્ર લખ્યો, શિક્ષણ સચિવ દ્વારા 18 ટકા ડ્રોપ આઉટ રેશિયો 0 ટકા કરવા આદેશ

Spread the love

અમદાવાદ29 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજ્યમાં ધોરણ 8થી 9નો ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે. જેથી શિક્ષણ સચિવ દ્વારા 18 ટકા ડ્રોપ આઉટ રેશિયો 0 ટકા કરવા આદેશ આપવામાં આવ્યો છે. જે મુજબ વિદ્યાર્થીઓને સંપર્ક કરીને તેમને પરત સ્કૂલમાં એડમિશન આપવાના છે, પરંતુ વિદ્યાર્થીઓવિના તેમને પ્રવેશ કેવી રીતે આપવો તે સવાલ છે. જેને લઇને શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે.

પ્રથમ કસોટી પૂર્ણ, બીજી કસોટીના પ્રશ્ન આવી ગયા
રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવ વિનોદ રાવને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજ્યની સ્કૂલો 5 જૂનના શરૂ થઈ છે. જેને ત્રણ મહિના જેટલો સમય થયો છે. બોર્ડના સમયપત્રક મુજબ પ્રથમ કસોટી પૂર્ણ થઈ છે અને બીજી કસોટીના પ્રશ્ન પણ આવી ગયા છે. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક પણ આપી દેવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનાના અંતમાં હવે ડ્રોપ આઉટ થઈને પ્રવેશ નહિ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ આપવા જણાવવામાં આવ્યું છે.

કાગળ પર કાર્યવાહી કેટલા અંશે વ્યાજબી
વાલી કે વિદ્યાર્થીઓ એડમિશન લેવા સ્કૂલમાં આવ્યા નથી. ધોરણ 9નું ફોર્મ કોણ ભરશે અને વિદ્યાર્થીઓની વિગત કઈ રીતે મેળવી શકશે. સંચાલકોને પણ ડર છે કે, આ વિદ્યાર્થીઓ ગામ અને શહેર છોડીને ચાલ્યા ગયા છે. તો તેમને ભૂતિયા વિદ્યાર્થી તરીકે વર્ગ રજીસ્ટરમાં હાજરી પુરવી કે કેમ. ધોરણ 8થી 9માં જેને પ્રવેશ મેળવ્યો નથી તેવા વિદ્યાર્થીઓને શોધીને ધોરણ 9માં પ્રવેશ અપાવીને 18 ટકા ડ્રોપ આઉટ રેશિયો 0 ટકા લાવવા ફક્ત કાગળ પર જ કાર્યવાહી કેટલા અંશે વ્યાજબી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *