મહેસાણા5 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્વતંત્રતા દિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને સતલાસણા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાકક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું હતું.

77માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સતલાસણા અર્બુધા ધામ કેમ્પસના આંગણે યોજવામાં આવી છે. જેનું જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં પરેડ, ધ્વજવંદન કાર્યક્રમ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર રિહર્સલ કરવામાં આવ્યું હતું.

પ્રસંગે કોઠારી પ્રાથમિક શાળા સહિત જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન, દેશભક્તિ ગીત, ગરબા, ફ્લુટ ગીત, લોકનૃત્યો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. રીહર્સલમાં જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

