વડોદરા34 મિનિટ પેહલા
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે આવેલી રેલવે લાઈન પાસેની અવાવરું જગ્યા પરથી એક ત્રીસ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસ દ્વારા લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલમાં રેલવે પોલીસે અકસ્માતે મોત (એડી) દાખલ કરીને તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે. મૃતદેહને જોતા શંકાના આધારે યુવકની હત્યા કરાય છે કે, પછી જાતે આત્મહત્યા કરી છે, તે દિશામાં હાલમાં તપાસ શરૂ કરાઈ છે.
જુગાર રમતો શખ્સ ઝડપાયો
તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ જુગરીઓ વધુ પકડાઈ રહ્યા છે. સયાજીગંજ પોલીસના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કમાટીબાગ રોડ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની આગળના ભાગે પાર્કિંગમાં એક શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં આંક ફરકના આંકડાનો જુગાર રમે છે. આ બાતમીના આધારે રેડ કરતા જગ્યા પરથી શાહીર જાગીરભાઇ શેખ ( ઉ.વર્ષ. 27 રહે. ગુજરાત ટેકરા કાલુપુરા દરગાહ પાસે,ફતેપુરા વાદોડર) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન સહિત રોકડ મળી કુલ 17,300નો મુદ્દમાલ સાથે ઝડપી સયાજીગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ડાન્સર દારૂની બોટલ સાથે ઝડપાયો
વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-6 પરથી ડાન્સરને બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. રેલવે LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પ્લેટફોર્મ નંબર-6 પાસે શંકાસ્પદ ઇસમ દેખાતા પૂછતાછ અને અને તપાસ કરતા બેગમાંથી બે બોટલ મળી આવી હતી. દારૂ પીવાની ટેવનાં કારણે દારૂની બોટલો દુબઇ એરપોર્ટ ખાતેથી ખરીદ કરી વડોદરા લાવ્યો હતો. બંને બોટલ જપ્ત કરી રેલ્વે પોલીસને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલ આ ઇસમ ધર્મેશ રાવીન્દ્રભાઈ રાઠોડ(ઉ.વ.31, ધંધો. ડાન્સર, રહે.શ્રી રામ નગર, જી.ઇ.બી. ઇન્સ્ટિટ્યુટ સામે, ગોત્રી રોડ, વડોદરા) ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…