પાલનપુર21 મિનિટ પેહલા
- કૉપી લિંક
- જગાણા ગામને જિલ્લાના શ્રેષ્ઠ ગામ તરીકેની દરખાસ્ત મોકલાઇ
ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કેન્દ્રીય ટીમે ઓગષ્ટના બીજા સપ્તાહમાં 4 દિવસ રોકાઈને બ.કાં.ના 31 ગામોની મુલાકાત લીધી હતી અને તેનો ડેટા ઓનલાઇન સબમિટ કરી ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ દર્શાવી હતી.ગ્રામ વિકાસ એજન્સીના સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર મહેન્દ્રભાઈએ જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારના સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ બીજી ઓક્ટોબરે જાહેર થવાનું છે.
એ પૂર્વે કેન્દ્રીય ટીમે બનાસકાંઠાના જુદાજુદા ગામોની તૈયારી યાદી લઈને આકસ્મિક આવી પહોંચ્યા હતા.ગામ લોકો સાથે વાત કરી સ્વચ્છતા અંગેની પરિસ્થિતિ જાણી હતી જેમાં અમીરગઢના કરજા, બાલુન્દ્રા અને ઇકબાલગઢ. ભાભરના દેવકાપડી અને ભોડાલીયા. દાંતાના ચચાસણા, જસવંત ગઢ, રાની ઉમ્બરી અને સવાઈ પુરા. દાંતીવાડાના જાત. ડીસાના સમો મોટા, રસાણા મોટા, જાવલ, ગેનાજી રબારી અને બુરાલ. દિઓદરના કુવાતા, વાતમજુના અને મખાનું, લાખણી , આગથળા અને દોડોના. સુઈગામના મોરવાડા. થરાદના લોઠનોર, અઠવાડા (ડવાનું પરું).વાવના કુંડાળીયા, ભાખરી, તીર્થ, ડેડાવા (ડાવા) ખરડોળ, આકોલી અને કોળાવા ગામોમાં ટીમ પહોંચી હતી. સ્થાનિકોને મળવા ઉપરાંત શાળા, પંચાયત, ડેરી, પી.એચ.સી. કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.
શ્રેષ્ઠ ગામ તરીકે જગાણાની પસંદગી કરવા પાછળના કારણો પાલનપુર તાલુકાના જગાણા ગામમાં ડોર ટુ ડોર કચરો તમામ ઘરો પાસેથી કલેક્ટ કરવામાં આવે છે, તમામ શેરીઓને ડસ્ટ ફ્રી કરવા બ્લોક પાથરવામાં આવેલા છે, વેરા વસુલાતની કામગીરીમાં પણ નોંધપાત્ર દેખાવ કરવામાં આવ્યો હોવાથી આ ગામની પસંદગી કરાઈ હોવાનું ગ્રામ વિકાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું.
.