મહેસાણા41 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહેસાણા તાલુકામા આવેલા મેવડ ગામ નજીકથી કાલે સવારે એક અજાણી સ્ત્રીની મૃત હાલતમાં લાશ મળી આવવાની જાણ ગામના લોકોનો થતા સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ હતી.પોલીસે ઘટના સ્થળે જઈ જરૂરી કાર્યવાહી કરી લાશને પી.એમ માટે મહેસાણા સિવિલ ખસેડવામાં આવી હતી.તેમજ આ કેસમાં પોલીસે મૃતકના વાલી વારસોની શોધખોળ આદરી હતી.જોકે પોલીસે યુવતીના પરિવારની ભાળ મેળવવા તેના ફોટો ફરતા કર્યા હતા.જેના આધારે યુવતીના પરિવાર જનો કલોલ થી મહેસાણા દોડી આવ્યા હતા.
અજાણી યુવતી હાથ પર “K” અને ભરત લખેલ હતું
મહેસાણા તાલુકાના મેવડ ગામ પાસે પસાર થતા રેલવે ટ્રેક પરથી એક 30 થી 35 વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવતા સ્થાનિક લોકોએ ઘટનાં અંગેની જાણ મહેસાણા તાલુકા પોલીસને કરી હતી.સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે જઈ આ મામલે તપાસ આદરી હતી.જ્યાં લાશ પાસેથી કોઈ જરૂરી ડોક્યુમેન્ટ કે અન્ય વસ્તુઓ મળી આવી નહોતી મહિલાના જમણા હાથે સ્ટાર દોરેલ અને અંગુઠા ની બાજુમાં “K”અને હાથની કલાઈ પર ” ભરત” નામનું લખાણ જોવા મળ્યું હતું
યુવતીના ફોટો કલોલ પોલીસે જોતા પરિવાર ને જાણ કરી
સમગ્ર કેસમાં અજાણી યુવતીની લાશ મળી આવતા મહેસાણા તાલુકા પોલીસે યુવતીના પરિવારની ભાળ મેળવા તેના ફોટો પોલીસ ગ્રુપ અને અન્ય માધ્યમોમાં ફરતા કર્યા હતા.જ્યાં ફોટો કલોલ પોલીસે જોતા તેઓએ યુવતીના પરિવારને આ મામલે જાણ કરી હતી.તેમજ આ યુવતી સાતમાં મહિનામાં ગુમ થઈ જતા કલોલ પોલીસમાં ફરિયાદ કરાઇ હતી.જેના બે દિવસમાં યુવતી મળી પણ ગઈ હતી.
30 વર્ષીય કાજલની લાશ હોવાનું સામે આવ્યું
મૃતક યુવતી કલોલ ના બગીચાની ચાલીમાં આવેલા રણછોડ ભાઈના મકાનમાં રહેતા નગીન ભાઈ દતાણી ની દીકરી કાજલ હોવાનું સામે આવ્યું છે.મહેસાણા તાલુકા પી.આઇ ના જણાવ્યા પ્રમાણે યુવતીના અગાઉ બે વાર લગ્ન થઈ ચૂક્યા છે હાલ માતા પિતા સાથે રહેતી હતી.તેમજ હાલમાં પી.એમ કરાવી લાશ પરિવાર ને સોંપવામાં આવી છે.યુવતી મહેસાણામા કેવી રીતે આવી એ તમામ વિગતો માટે પરિવાર ને ફરી તપાસ માટે બોલવામાં આવશે.તેમજ FSL અને પી એમ રિપોર્ટ બાદ જ તેના મોત નું કારણ જાણી શકાશે.