અરવલ્લી (મોડાસા)41 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો પશુ ચરાવવા માટે તળાવ કે નદી કિનારે જતા હોય છે ત્યારે, આકસ્મિક રીતે ક્યારેક પાણીમાં પડતા મોત નિપજતા હોય છે. આવી જ એક ઘટના બાયડના જસુજીના મુવાડા ગામમાં બનવા પામી છે.
બાયડના જસુજીના મુવાડા ગામે રહેતા 54 વર્ષીય પોપટસિંહ સોલંકી નામના પશુપાલક પોતાની ભેંસો લઈ ચરાવવા માટે ગામના તળાવના કિનારે ગયા હતા. ત્યારે ભેંસો એકાએક તળાવના પાણીમાં ગરકાવ થઈ જતા ભેંસોને બહાર કાઢવા માટે પોપટસિંહ તળાવમાં ઉતર્યા હતા.
ભેંસો બહાર આવી પણ પોપટસિંહ તળાવના ઊંડા પાણીમાં ઉતરતા ગયા અને ધીરે ધીરે ડૂબવા લાગ્યા હતા. સંપૂર્ણ પાણીમાં ઉતરી જતા ગ્રામજનોએ કરેલ શોધખોળને અંતે તળાવના કિનારે પડેલા ચંપલના આધારે ડૂબી ગયા હોવાની હકીકત સામે આવતા ગ્રામજનોએ મોડાસા ફાયર વિભાગને જાણ કરતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગે ઘટનાસ્થળે આવી તળાવમાં પડેલા ઈસમને રેસ્ક્યુ કરી મૃતદેહ બહાર કાઢી બાયડ પોલોસે પોસ્ટમોર્ટમ અર્થે આમોદરા CHC સેન્ટર ખાતે ખસેડાયો હતો.
.