- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- The Bail Of Two Accused Clerks Granted Bail By The Gujarat High Court Was Challenged By The Victim In The Supreme Court, The Supreme Court Dismissed The Petition.
5 મિનિટ પેહલા
- કૉપી લિંક
30 ઓક્ટોબર, 2022 મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. જેમાં પોલિસે 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલ મુખ્ય આરોપી છે. આ ઉપરાંત ઓરેવા કંપનીના ત્રણ મેનેજર, એક ઝૂલતા બ્રિજ રિપેરમાં સહભાગી સબ કોન્ટ્રાક્ટર, બે ટિકિટ વેચનાર કલાર્ક અને ત્રણ સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે
ગુજરાત હાઈકોર્ટે અગાઉ આ કેસના 10 આરોપીઓ પૈકી 03 સિક્યુરિટી ગાર્ડ અને 02 ક્લાર્કને જામીન આપી ચુકી છે. મોરબીમાં મચ્છુ નદી પર આવેલ ઝૂલતો બ્રિજ તૂટવાની ઘટનાના દિવસે બે કલાર્ક દ્વારા મોરબી બ્રિજ પર જવા ટિકિટો વેચવામાં આવી હતી. આ બે કલાર્ક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામા આવી હતી. જેની પર જજ સમીર દવેની કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે બંને આરોપીઓને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે આરોપીઓની જામીન અરજી મંજુર કરી હતી.
કલાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયા પર સદોષ માનવ વધની કલમ હેઠળ ગુન્હો નોંધાયેલ છે. આ કલમ મૌખિક રીતે ખોટી હોવાનું હાઇકોર્ટે અવલોકન નોંધ્યું હતું. અરજદારના વકીલે હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે અરજદારે ઓથોરિટીના કહ્યા પ્રમાણે જ ટિકિટ આપી હતી.
હાઇકોર્ટમાંથી જામીન મળેલ આરોપીઓ પૈકી 112 પીડીત પરિવાર વતી એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા બે કલાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયાની જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી . જેની સુનવણી સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની કોર્ટ ડી.વાય. ચંદ્રચુડ સમક્ષ હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે અવલોકન નોંધ્યું હતું કે આરોપીઓ નાના માણસ છે. આમ હાઇકોર્ટના અવલોકનને સુપ્રિમકોર્ટ યથાવત રાખ્યું હતું. જેમા આરોપીએ તેમને ઉપરની ઓથોરિટીએ કહ્યા પ્રમાણે જ કાર્ય કર્યું હતું.
.