અમદાવાદ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતમાં પીવાનું પાણી અને વપરાશના પાણી અંગે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશનનાં કરોડો રૂપિયાની ફાળવણી વચ્ચે રાજ્ય સરકારની ખુદની પોલ ખોલતી જાહેરાત સામે આવી છે. મેગા સીટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા શહેરમાં સરકારી કુમાર છાત્રાલય, રખિયાલ સરકારી કન્યા છાત્રાલય, સંન્યાસ આશ્રમ, એલિસબ્રિજમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની સરકારી જાહેરાત જ દર્શાવે છે કે, પાણી માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયા ક્યાં સગેવગે થઇ રહ્યા છે.
ગુજરાતના 55 ટકા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી નથી
કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતુ કે 100 ટકા ‘નળ સે જલ’, શુદ્ધ પીવાનું પાણી સહિત સિદ્ધીની જાહેરાતો કરતી ભાજપા સરકારમાં અમદાવાદ જેવા શહેરની મધ્યમાં અનુસુચિત જાતિના કુમાર-કન્યાને વપરાશના પાણી માટે ટેન્કર પર આધારિત રહેવું પડે છે.રાજ્યના ૮૨૫૦ ગામોમાં પાણીની નબળી ગુણવતા ધરાવે છે.૨૭૯૧ ગામો ફ્લોરાઈડથી દુષિત ધરાવે છે.૪૫૫ ગામો નાઇટ્રેટવાળું પાણી ધરાવે છે, અને 792 ગામો ખારાશવાળું પાણી ધરાવે છે.આમ કુલ 10,288 ગામો પીવાનું ખરાબ પાણી ધરાવે છે. આનો અર્થ એ છે કે, ગુજરાતના કુલ 18,715 ગામોમાંથી 55 ટકા ગામોમાં પીવાનું પાણી શુદ્ધ નથી.
કોન્ટ્રાક્ટરોની મિલીબગતથી કરોડોનો ભ્રષ્ટાચાર
‘જલ જીવન’ મિશન હેઠળ કરોડો રૂપિયાનો ગુજરાતમાં ભ્રષ્ટાચાર થયો છે. વડોદરા, છોટા ઉદયપુર, નવસારી, દાહોદ, મહીસાગર સહીત અનેક જીલ્લામાં ‘નલ સે જલ’ યોજના કાગળ પર કામગીરી પૂરી થઇ અને કરોડો રૂપિયા સગેવગે થઇ ગયા. ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશન પાછળ છેલ્લા 7 વર્ષથી 27 હજાર કરોડ રૂપિયા, આદિવાસી વિસ્તારમાં 6 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા પણ આજે અનેક ગામો અને નગરપાલિકા વિસ્તારમાં પાણી માટે નાગરીકો વલખા મારી રહ્યા છે. હકીકતમાં વોટર સપ્લાય અને સેનિટેશનના નામે ભાજપના કોન્ટ્રાકટરોની મિલી ભગતથી કરોડોનો ભ્રષ્ટાચાર રૂપિયાનો થયો છે.
.