મહેસાણા29 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહેસાણા વિજાપુર હાઇવે પર ડાભલા ચોકડી પર રાત્રી દરમિયાન ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઇ વાંન હિંમતનગર જતી હતી એ દરમિયાન એક અન્ય ગાડીએ એમ્બ્યુલન્સને ટકકર મારતા એમ્બ્યુલન્સ પલટી મારી હતી.જેમાં દર્દી અને ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થવા પામી હતી.જોકે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે વસાઈ પોલીસમાં ટકકર મારનાર ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
ગાંધીધામ થી સ્ટરલીગ હોસ્પિટલ ના એક દર્દીમે હિંમતનગર પહોંચાડવાન હતા.જેથી ડ્રાઇવર બજરંગ રાણા GJ 12 BY 3593 એમ્બ્યુલન્સ વાન લઇ મહેસાણાના ડાભલા થઈ હિંમતનગર જતા હતા એ દરમિયાન ડાભલા ચોકડી આવતા જ ગોઝારીયા બાજુથી એક ઇકો કંપનીની સ્પોર્ટ ગાડી GJ02DA5368 ના ચલાકે એમ્બ્યુલન્સને ડ્રાઇવર સાઈડ ટકકર મારતા એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી.
એમ્બ્યુલન્સમાં સવાર દર્દી ના પિતા અને ડ્રાઇવરને ઇજાઓ થઈ હતી.ઘટના પગલે રાત્રે લોકોના ટોળા ઉમટી પડયા હતા.જ્યાં 108 મારફતે ઇજા ગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગાડીને નુકસાન થતા ડ્રાઇવરે વસાઈ પોલીસમાં ટકકર મારનાર ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.