The affected farmers of Valsad district met with the state finance and agriculture minister demanding proper compensation | વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ યોગ્ય વળતરની માગ સાથે રાજ્યના નાણા અને કૃષિમંત્રી સાથે મુલાકાત કરી રજૂઆત કરી

Spread the love

વલસાડએક કલાક પેહલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાંથી પસાર થનારા પાવર ગ્રીડ પ્રોજેકટને લઈને સંભવિત અસરગ્રસ્ત ખેડૂતઓ છેલ્લા 10 મહિના ઉપરાંતથી મુંજવણમાં મુકાયા છે. કંપની દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને એક સાથે બોલાવી માર્ગદર્શન આપવામાં આવતું ન હોવાનું અને સર્વે કરવા આવતી એજન્સીઓ સરપંચ કે અસરગ્રસ્ત ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના સર્વ કામગીરી હાથ ધરતા બંને વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાતી હોય છે. જેને કારણે આખરે આ સતત મૂંઝવણનો કાયમી ઉકેલ મેળવવા માટે “ભારતીય કિસાન સંઘ” ના નેજા હેઠળ બનેલી “વલસાડ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ” , “ભારતીય કિસાન સંઘ” ના પ્રદેશ મહામંત્રી રમેશભાઈ કે પટેલની આગેવાનીમાં ગાંધીનગર ખાતે રાજ્ય ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને તેમને હાલ માં ચાલી રહેલા “પાવરગ્રીડના” 400 KV અને 765 KV હાઈ ટેન્શન લાઈનના પ્રોજેક્ટની ખેડૂતો ઉપર થતી ગંભીર આડઅસરો ને અનુલક્ષી આવેદન પત્ર પાઠવ્યુ હતું. અને આગેવાનોએ અસરગ્રસ્ત ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.

વલસાડ જિલ્લાના પાવર ગ્રીડ પ્રોજેકટના અસરગ્રસ્તોએ વલસાડ જિલ્લા ખેડૂત સમનવય સમિતિની રચના કરવામાં આવી છે. જેના નેજા હેઠળ રાજ્ય નાણાં મંત્રી અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય કૃષિ મંત્રીની ગાંધીનગર ખાતે મુલાકાત લઈને પાવર બ્રિગેડ અસર ગ્રસ્ત ખેડૂતોએ મુલાકાત લઈને ખેડૂતોની ફળદ્રુપ જમીન બચાવવા અને પાવર ગ્રીડ રૂટ જાહેર કરવા અને અસરગ્રસ્ત ખેડૂતોને એક સાથે માર્ગદર્શન આપવા રજુઆત કરી હતી. સરકારી અને પડતર જમીન બાજુમાંથી પાવર ગ્રીડ લાઈન ખસેડવા રજુઆત કરી હતી.

પાવરગ્રીડની હાઈ ટેન્શન લાઈન વલસાડ જિલ્લામાંથી 400kv અને 765kv હાઈ-ટેન્શન પસાર થવાની છે. સમગ્ર જિલ્લાના વિવિધ ગામો તેનાથી પ્રભાવિત થયા છે. ખાસ કરીને વલસાડ જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ પ્રોજેક્ટના કારણે ખેડૂતોની અમૂલ્ય ફળદ્રુપ જમીનનો ભારે વિનાશ થઈ રહ્યો છે. આ અંગે પાવરગ્રીડ કંપની દ્વારા અનુસરવામાં આવતી કાર્યવાહીના કારણે જિલ્લાના ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પાવરગીડ એન્જીનિયર્સ દાવો કરે છે કે હાઇ-ટેન્શન વાયર હેઠળ કામ કરવું સંપૂર્ણપણે સલામત છે. અને ખેડૂતો અથવા તેમના પ્રાણીઓને કોઈપણ સ્વરૂપમાં નુકસાન થશે નહીં. તેઓ એવો પણ દાવો કરે છે. કે અમે જોખમી પરિણામો અથવા પરિણામોની ચિંતા કર્યા વિના તેના હેઠળ કામ કરવાનું ચાલુ રાખી શકીએ છીએ. જો કે બીજી બાજુ એ જ પાવરગ્રીડ કંપની રોડ-ડેવલપમેન્ટ ઓથોરિટીઓને સલામતીની ચિંતાઓને કારણે તે લાઇનની નીચે કે તેની આસપાસ રોડ ન બાંધવા નોટિસ મોકલે છે. પાવરગીડ પ્રતિનિધિઓ અલગ-અલગ સમયે એક જ અથવા અલગ-અલગ ખેડૂતોને અલગ-અલગ વળતરનો ઉલ્લેખ કરી રહ્યા છે. જેનાથી ખેડૂતો માટે મૂંઝવણ ઊભી થાય છે.

પાવર ગ્રીડ પ્રોજેક્ટના ખેડૂતોની જમીનમાં ઉભા થનારા ટાવરની ડિઝાઈનનું માળખું, હાઈ ટેન્શન લાઈનોના રૂટ અથવા હાઈ-ટેન્શન લાઈન્સની સામગ્રી અથવા અન્ય કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અથવા પ્લાનિંગ રીલેટેડ વિગતોની કોઈ સમજ આપતું નથી. જેને લઈને ખેડૂતો વધારે મુંજવણ અનુભવી રહ્યા છે. કામ કરતી એજન્સીઓને જરૂરી વિગતો અંગે ખેડૂતોને પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ નથી તેમ જણાવી ખેડૂતોની મૂંઝવણ વધારી રહ્યા છે. તેઓ જાણતા નથી કે સર્વે કેવી રીતે કરવો. કેટલાક માટે હાઈ ટેન્શન લાઈનોના ટાવર, હાલની સરકારી નહેર પર અને ક્યારેક ખેડૂતો કે અન્ય લોકોના ઘરો પર અથવા શેરીઓ અથવા રહેણાંક સંકુલ પર આવી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં સર્વે કરવા આવનારી એજન્સીના માણસો ગામના સરપંચ અને ખેડૂતોને વિશ્વાસમાં લઈને સર્વે કરવા આવતા હોવાથી સ્થળ ઉપર ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે.

પાવરગ્રીડના વર્તમાન પ્રતિનિધિઓ જમીન ઉપરની સાચી પરિસ્થિતિને સ્પષ્ટપણે દર્શાવતી તેમની ફરજો બજાવવામાં અત્યંત અસમર્થ છે. અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે ખેડૂતોને મુજવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં એજન્સી નિષ્ફળ રહી છે. જે ખેડૂતો માટે અત્યંત જીવલેણ પરિસ્થિતિ બની શકે છે. આ કારણોસર ખેડૂતઓ માટે ખુબજ મુશ્કેલીભરી પરિસ્થિતિ ઉભી થઇ છે કારણ કે ખેડૂતો તેમના દ્વારા ઉત્પાદિત કોઈપણ દસ્તાવેજો પર કોઈપણ પ્રકારની પરવાનગી આપવા મા અસુરક્ષિત અનુભવ કરે છે. તેમ પાવરગ્રીડના અસર ગ્રસ્તોના અગ્રણીઓએ જણાવ્યું હતું.

ખેડૂતઓ છેલ્લા 10 મહિના ઉપરાંતથી આવી પરિસ્થિતિમાં સંઘર્ષ કરી રહ્યા છે. જેને કારણે આખરે આ સતત મૂંઝવણનો કાયમી ઉકેલ મેળવવા માટે ગત 22 ઓગસ્ટ 2023 ના રોજ “ભારતીય કિસાન સંઘ ” ના નેજા હેઠળ બનેલી ” વલસાડ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ” , ” ભારતીય કિસાન સંઘ” ના પ્રદેશ મહામંત્રી રમેશભાઈ કે પટેલ ની અધ્યક્ષતા હેઠળ ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને હાલ માં ચાલી રહેલા “પાવરગ્રીડના” 400 KV અને 765 KV હાઈ ટેન્શન લાઈન ના પ્રોજેક્ટ ની ખેડૂતો પર થતી ગંભીર આડઅસરો ને અનુલક્ષી આવેદન પત્ર પાઠવ્યુ હતું.

ખેડૂતોની આજીવિકા અને તેમના કૃષિ અને પશુપાલન ઉદ્યોગનું ભવિષ્ય દાવ પર હોવાથી, ખેડૂતોએ તેમની ચિંતા માનનીય કનુભાઈ દેસાઈને જણાવી, જેમણે તેમની દુર્દશા સાંભળી. જવાબમાં, મંત્રી કનુભાઈ દેસાઈએ એમનો પરિપ્રેક્ષ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે દેશ ના વિકાસને લક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અનિવાર્ય હતા અને ભવિષ્ય માં પણ રહેશે, ત્યારે સ્થાનિક સમુદાયો, ખાસ કરીને ખેડૂતો અને તેમની ખેતી પર આ પ્રોજેક્ટસ ની થતી અસર ને મુખ્ય રીતે ધ્યાન માં લેવાવી જોઈએ.

મંત્રી કનુભાઈ દેસાઈએ ત્વરિત વલસાડ જિલ્લાના માનનીય કલેક્ટરને ફોન કરીને એક મિટિંગ યોજવાનો નિર્દેશ કર્યો જેમાં ખુદ કલેક્ટર,પાવરગ્રીડના અધિકારીઓ, ભારતીય કિસાન સંઘ અને વલસાડ જીલ્લા ખેડૂત સમિતિના સભ્યોને સાથે રાખી આ બાબત ચર્ચા . આ રીતે તેમણે તેમનું ખેડૂતો અને ખેતી પ્રત્યેનું સમર્પણ અને લાગણી દર્શાવી. આ સામૂહિક મિટિંગ નો ઉદ્દેશ્ય એક સંતુલિત અભિગમ સાથે ખેડૂતની બધીજ ચિંતાઓને દૂર કરવાનો રહેશે, જેથી ખેતીની જમીનને સંભવિત જેટલું બની શકે એટલું ઓછામાં ઓછું નુકસાન થાય એને અનુલક્ષી જોયતા દરેક પગલાં ભરવા કહ્યું. અને આના માટે જરૂર પડે તો પાવરગ્રીડ કંપની દ્વારા ફરીથી હાઈ ટેન્શન લાઈન પ્રોજેક્ટથી અસરગ્રતઃ વિસ્તારોનું રી-સર્વે કરી લાઈનમાં એ રીતે બદલવાવ કરવા પણ સૂચના આપી કે જેથી વધુ માં વધુ ફળદ્રુપ ખેતી લાયક જમીન બચે અને આ હાઈ-ટેન્શન લાઈનને રસ્તાઓની બાજુએ , પડતર જમીનોમાંથી ખાડીની ભેખડે, ખરાબા વિગેરે વિસ્તરોમાંથી પાવરગ્રીડની નવી લાઈન લઈ જવા જરૂરી બદલાવ કરવા ભલામણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *