ગાંધીનગરએક કલાક પેહલા
- કૉપી લિંક
મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર એસો. (મેવા ), ગાંધીનગર દ્વારા સમાજના તેજસ્વી તારલાનુ સન્માન કરવા ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ધો.10-12 તેમજ ઉચ્ચ અભ્યાસમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી – માર્કશીટની નકલ નજીકમાં રહેતા મેવા સંસ્થાના સભ્યોને મોકલી આપવા વિનંતી છે. માર્કશીટની પાછળ પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર લખવો, તેમજ પાસપોર્ટ સાઈઝનો ફોટો અનિવાર્ય રીતે આપવો. સમાજના વિશિષ્ટ સિધ્ધિ મેળવેલા વિદ્યાર્થીઓ પણ તેમની સિદ્ધિની વિગતો પુરાવા સાથે આપી શકે છે. માર્કશીટ સ્વીકારવાની અંતિમ તારીખ 15/9/2023 છે. આપની માર્કશીટ યુનુસસલીમ સૈયદ (પ્લોટ નંબર-864/1, સે-2 સી) મો.નં. 9925578677 અને રફીકભાઈ મનસુરી (પ્લોટ નં. 760/1,સે-7 બી) મો.નં. 9426378396ને પણ મોકલી શકો છો.
.