Teacher’s day was celebrated in Rapar taluka, student-turned-teachers surprised the teachers by teaching various subjects in the school. | રાપર તાલુકામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી, શિક્ષક બનેલા છાત્રોએ શાળામાં વિવિધ વિષયના પાઠ ભણાવી માસ્તરોને અચંબિત કર્યા

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Teacher’s Day Was Celebrated In Rapar Taluka, Student turned teachers Surprised The Teachers By Teaching Various Subjects In The School.

કચ્છ (ભુજ )28 મિનિટ પેહલા

  • કૉપી લિંક

આજે શિક્ષક દિન નિમિતે વાગડ વિસ્તારના રાપર તાલુકામા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષક દિન નિમિતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. રાપરની અયોધ્યાપુરી કુમાર શાળામાં શિક્ષક દિવસની વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં બાળકો દ્વારા શાળાના વર્ગ ખંડોમાં શૈક્ષણિક કાર્ય શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શિક્ષક બનેલા છાત્રોએ શાળામાં વિવિધ વિષયના પાઠ ભણાવી માસ્તરોને પણ અંચબિત કરી મુક્યા હતા. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબાભાઈ મકવાણા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યારે વ્યવસ્થાપન આચાર્ય અરજણભાઇ ડાંગર, હસમુખભાઈ ઠક્કર, પારસભાઇ ઠક્કર, શુભાન્ગીનીબેન ગોડબોલે, દિપીકાબેન પટેલ વગેરે દ્વારા સંભાળવામાં આવ્યું હતું.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતાં.તેઓને 27 વાર નોબેલ પુરસ્કાર માટે નામિત કરવામાં આવ્યા હતાં.1954 માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા.તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષકદિવસ ના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી તેથી આ દિવસને ભારતમાં “શિક્ષક દિવસ” ના રૂપમાં મનાવાય છે.

આ પ્રસંગે આજ રોજ શ્રી રાપર તાલુકા પ્રા.શાળા નં.1,તા.રાપર-કચ્છમાં ધોરણ 1 થી 8નાં વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસમાં ભાગ લઈને વિવિધ વિષયોના શિક્ષકો બનીને નાનાં-મોટાં તમામ બાળકોને અવનવી વાતોથી અભિભૂત કર્યા હતા.જેમાં બાલવાટિકા, ધોરણ 1 થી 8 માટે અલગ-અલગ વિષયો માટે 25 જેટલા બાળકો ઉત્સાહ ભેર શિક્ષક તરીકે ભાગ લીધો. અને સમગ્ર સંચાલન પ્રાર્થનાથી લઈ વર્ગમા શિક્ષણ કાર્ય શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ દિવસે શાળાના આચાર્ય ચેતનભાઈ સુથાર, ગોવિંદભાઈ, જેસંગભાઈ પરમાર, પુષ્પાબેન પટેલ,પિયુષ ચૌહાણ, મયુર શ્રીમાળી,વિજય પટેલ સ્ટાફ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. માર્ગદર્શન પૂરું પાડ્યું અને શાળા પરિવાર દ્વારા નાસ્તો પણ આપવામાં આવ્યો.અને આ રીતે “શિક્ષક દિન” ની ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *