મોરબી31 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોરબી જિલ્લામાં આડેધડ વાહન ચલાવી ટ્રાફિક નિયમ ભંગ કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી હતી, સાથે અકસ્માતની ઘટના પણ સતત વધી રહી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા, નંબર પ્લેટ વિનાના, લાયસન્સ વિના, આરસી બુક વિના વાહન ચલાવતા વાહન ચાલકો,સીટ બેલ્ટ વિના કે કારમાં ડાર્ક ફિલ્મ લગાવી વાહન ચલાવતા વાહન ચાલકો, આ ઉપરાંત નશો કરીને વાહન ચલાવતા કે ટૂ વ્હીલમાં મોડીફાય સાયલેન્સર લગાવીને ફરતા વાહન ચાલકો વિરુધ્ધ એક્શન લીધા હતા.
પોલીસે એક દિવસમાં 325 વાહન ચાલકોને નિયમ ભંગ કરવા બદલ કુલ રૂ 1.60 લાખનો દંડ સ્થળ પર ફટકાર્યો હતો સાથે નંબર પ્લેટ વિના ટ્રક અને અન્ય વાહન લઈને નીકળેલા 52 વાહન જપ્ત કર્યા હતા, રોંગ સાઈડ કે ઓવર સ્પીડમાં ચલાવતા 16 વાહન ચાલક તેમજ આડેધડ વાહન પાર્ક કરનાર 14 વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
.