સુરત35 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર
- સૌથી વધારે એસયુવી કારની ડિમાન્ડ, 3 હજારથી વધુ બાઈકનું બુકિંગ થયું
- સૌથી વધારે 4 મીટરની એસયુવીની ડિમાન્ડ, કાર ખરીદી માટે વિકલ્પ પણ વધ્યા
ઓગસ્ટ પછી સુરતમાં તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે. શહેરની વિવિધ માર્કેટમાં લોકો દ્વારા ખરીદી પણ શરૂ કરી દેવામાં આવી છે. 7મી સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે સુરતમાં 2 હજાર કાર અને 3 હજાર બાઈકની ડિલીવરી થશે. 2 હજાર કારમાંથી 40 ટકા એટલે કે 800 કાર એસયુવી છે. કુલ કારના વેચાણમાંથી 60 ટકા ઓટોગિયર કાર છે. જન્માષ્ટમીના પવિત્ર તહેવારના દિવસે કારની ડિલિવરી લેવા માટે શહેરના વિવિધ કાર ડિલરોને ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી.
સૌથી વધારે 4 મીટરની એસયુવીની ડિમાન્ડ
સ્કોડા સ્ટેલરના સીઈઓ એમિશ માળીએ કહ્યું હતું કે, ‘તહેવારોની સિઝન શરૂ થઈ છે જેને લઈને લોકો દ્વારા કાર બુક કરાવવામાં આવી રહી છે. તહેવારોમાં શુભ મૂર્હતમાં જ કારની ડિલિવરી લેવા માટે લોકોનો આગ્રહ હોય છે, જન્માષ્ટમીમાં અમારી કંપની સહિતની કાર મળી અંદાજે કુલ 2 હજાર કારનું વેચાણ થશે.’
ત્રણ હજારથી વધારે બાઈકનું વેચાણ, 10 ટકા જેટલા ઇવી
સુરતમાં કારની સાથે સાથે બાઈકના વેચાણમાં પણ વધારો થયો છે. જન્માષ્ટમીના દિવસે અંદાજે 3 હજારથી વધારે બાઈકનું બુકિંગ થયું છે. આ બાઈકની ડિલવરી જન્માષ્ટમીના દિવસે લેવામાં આવશે. સાથે સાથે અંદાજે 300થી 400 જેટલી ઈલેક્ટ્રિક બાઈકનું પણ બુકિંગ થયું છે. જેની પણ ડિલિવરી જન્માષ્ટમીના દિવસે લેવાશે.
સૌથી વધારે 4 મીટરની એસયુવીની ડિમાન્ડ
ધીમે ધીમે લોકોની કારની પસંદગીની બદલાઈ રહી છે. હવે ઊંચુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને સાઈઝમાં મોટી દેખાતી કાર ખરીદવાનું લોકો પસંદ કરી રહ્યાં છે. હાલ 4 મીટર ધરાવતી કોમ્પેક્ટ એસયુવી કારની ડિમાન્ડ વધારે છે. આવી કારના ઓપશન્સ પણ વધ્યા છે એટલે લોકોને ઘણા વિકલ્પો પણ મળી રહ્યા છે.
.