Surat Pal-Gauravapath road: People who got into the drain to draw water for the farm died Fire Department | સુરતમાં ગટરમાં ઉતરેલા બેને બચાવવા જતા યુવતી સહિત 4 લોકો ગૂંગળાયા, ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યાં

Spread the love

સુરત15 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સુરત પાલ- ગૌરવપથ રોડ પર ખેતર માટે પાણી ખેંચવા ગટરમાં ઉતરેલા 4 લોકોને ગૂંગળામણ થઈ હતી. જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. ગટરમાં ઉતરેલા લોકોનો સંપર્ક ન થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને તાત્કાલીક ધોરણની કામગીરી હાથમાં લીધી હતી. જેમાંથી 3 લોકોને ગંભીર હાલત હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે એક વ્યક્તિનું મૃત્યુ નીપજતા પરિવાર પર શોકનો માહોલ છવાય ગયો હતો.

ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતેરલા લોકોને બહાર કાઢવામાં આવ્યા

ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતેરલા લોકોને બહાર કાઢવામાં આવ્યા

યુવતી સહિત ચારને ગૂંગળામણ થઈ
મળતી માહિતી અનુસાર મૂળ સુરત જિલ્લાના બરબોધન ગામના રહેવાસી 20 વર્ષીય દર્શન સોલંકી સુરતના ગૌરવ પથ રોડ નજીક આવેલા ટી.આર. દેસાઈ નામના વ્યક્તિના ખેતરમાં કામ કરતો હતો. આ દરમિયાન ખેતરમાં પાણી માટે પાલિકાની ગટરમાંથી મોટર વડે પાણી કાઢતા હતા. જોકે લાઇન કઈ આડે આવી ગયું હોવાથી 20 ફૂટ ઊંડી ગટરમાં ઉતર્યો હતો. તેથી તેને ગૂંગળામણ થવા લાગી હતી, ત્યારબાદ એનો સંપર્ક નહીં થતા એક પછી એક એમ યુવતી સહિત બીજા ત્રણ લોકો ગટરમાં ઉતર્યા હતા અને ચારેય બેભાન થઈ ગયા હતા.

4 લોકો ગટરમાં ઉતર્યા હતા

4 લોકો ગટરમાં ઉતર્યા હતા

ગટરમાં પહેલો ઊતરેલો યુવક મોતને ભેટ્યો
ફાયર વિભાગને ઘટનાની જાણ ખૂબ જ મોડી મળી હતી. પાલનપુર, મોરાભાગળ, અડાજણ ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. એક યુવતી સહિત ચારને બહાર કાઢી CRP અપાયા હતા. જોકે ગટરમાં પહેલો ઉતરેલો દર્શન નામનો યુવક આ દુર્ઘટનામાં મોતને ભેટ્યો હતો. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, ગટરમાં પાણી ખેંચવા ઉતરેલા ચાર લોકો બહાર નથી આવી રહ્યા હોવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતી. માહિતી મળતા તાત્કાલિક પાલનપુર, મોરાભાગળ, અડાજણ ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર રવાના કરી દેવાઈ હતી. ફાયરના જવાનોએ ખૂબ જ ઓછા સમયમાં ચારેયને બહાર કાઢી પોતાના જ વાહનમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં એકનું વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.

એક યુવકનું મૃત્ય નીપજતા સ્નેહીઓની આંખો ભીની

એક યુવકનું મૃત્ય નીપજતા સ્નેહીઓની આંખો ભીની

ગટરમાં ફાયરના જવાનો ઓક્સિજન સાથે ઉતર્યા
40 વર્ષીય ચંદુભાઈ ધારસિંગ ગોહિલ, 20 વર્ષિય મનીષભાઈ ભરતભાઇ રાઠોડ અને અસ્મિતાબેન ધારસિંગ ગટરમાં ઉતર્યા હતા. ફાયરના જવાનો પણ ઓક્સિજન માર્ક્સ પહેરી ગટરમાં ઉતર્યા હતા. ગટરમાં પહેલા ઉતરનાર દર્શન સોલંકીનું આ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે યુવતી સહિત બીજા ત્રણ પૈકી એકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. મૃતક દર્શનના પરિવારમાં શોકની માહોલ છવાઈ ગયો છે. બે પુત્રો અને એક પુત્રીના પિતાએ કહ્યું હતું કે, દર્શન બીજા નંબરનો દીકરો હતો અને લાડકો હતો.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *