સુરત9 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતનો કતારગામ ઝોન ગેરકાયદેસર બાંધકામ માટે કુખ્યાત છે. આ ઝોનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ થયા હોવાની ફરિયાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. પરંતુ રાજકીય નેતાઓના આશીર્વાદ અને સ્થાનિક નેતાઓની મિલી ભગતને કારણે તેને અટકાવવું મુશ્કેલ થતું હતું. જોકે, આજે અધિકારીઓની એક ટીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા.
છ માળની ઇમારતનું ગેરકાયદેસર બાંધકામ
કતારગામમાં સીંગણપુર ચાર રસ્તાથી ઓમકાર સોસાયટી નંબર 25માં ગેરકાયદેસર બાંધકામ થયા હોવાની ફરિયાદ મળી રહી હતી. સોશિયલ મીડિયા ઉપર પણ આ બિલ્ડિંગના ફોટા વાઈરલ થયા હતા અને તેમાં લખાણ ફરતું હતું કે, આખેઆખું બાંધકામ ગેરકાયદેસર છે. છ માર્ચ સુધી બાંધકામ થઈ ગયા સુધી અધિકારીઓ નિંદ્રા અવસ્થામાં હોય તેવું જણાય આવ્યું છે. આખરે ફરિયાદનો મારો વધતા અધિકારીઓ કામે લાગ્યા હતા અને છ માળના ડિમોલિશન માટેની પ્રક્રિયા ધીરે ધીરે શરૂ થઈ હતી. કતારગામ ઝોનલ ચીફ અને કાર્યપાલ એન્જિનિયર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ડિમોલિશનની કામગીરી શરૂ કરી
કાર્યપાલક ઇજનેર રાકેશ મોદીએ જણાવ્યું હતું કે, છ માળનું રેસીડેન્સીયલ એપાર્ટમેન્ટ ઊભું કરી દેવામાં આવ્યું છે. જેમાં ગરકાયદેસર રીતે આ ઇમારત બાંધવામાં આવી હોવાનું જાણવા મળતા અમારા ઝોનલ ચીફ સાહેબ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હતો તે પ્રકારે ડિમોલિશનની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે. જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ છે તેને ઝડપથી દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
.