વડોદરાએક કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં નવા વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળાએ ચાર્જ લેતી વખતે વિવાદિત નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. આગામી દિવસોમાં તેના પડઘા પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. પહેલા દિવસે જ વિવાદિત વાત કરી એમ.એસ. યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણીની વિદાય બાદ આજે વિજિલન્સ હેડ તરીકે સુદર્શન વાળાએ ચાર્જ સંભાળ્યો છે. જ્યારે સુદર્શન વાળા હેડ ઓફિસ ખાતે ચાર્જ લેવા પહોંચ્યા ત્યારે વિજિલન્સ ઓફિસમાં બેઠા હતા. તે સમયે પી.પી. કાનાણી સાથેની વાતચીતમાં એમ.એસ. યુનિવર્સિટીની ગરીમાં લજવે તેવુ બોલી ગયા હતા અને પહેલા દિવસે જ વિવાાદિત વાત કરીને પોતાના કાર્યકાળની શરૂઆત કરી હતી.
‘આ તો મીની JNU છે’: સુદર્શન વાળા
એમ.એસ. યુનિવર્સિટના પૂર્વ વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણીએ સુદર્શન વાળા સાથે વાત કરતા કહ્યું હતું કે, વિદ્યાર્થી સંગઠનોમાં આ પરિસ્થિતિ 365 દિવસ જોવા મળે છે, જેના જવાબમાં સુદર્શન વાળાએ વિવાદિત વાત કરતા કહ્યું હતું કે, ‘આ તો મીની JNU છે.’
પી.પી. કાનાણીએ ક્યારેય આવી વાત કરી નથી
એમ.એસ. યુનિવર્સિટીમાં વર્ષો સુધી વિજિલન્સ ઓફિસર રહેલા પી.પી. કાનાણીએ ક્યારેય પણ એમ.એસ. યુનિવર્સિટી વિરુદ્ધ આવી વાત કરી નથી ત્યારે સુદર્શન વાળાએ યુનિવર્સિટીમાં આવતા વેંત જ યુનિવર્સિટી વિરુદ્ધ વાત કરતા વિવાદનો મધપૂડો છેડાયો છે.
.