Successful free cochlear implant surgery of four deaf and mute children from birth in Surat civil in one day, relief from 8 to 10 lakh treatment cost | સુરત સિવિલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ નિશુલ્ક સર્જરી, સારવારના 8થી 10 લાખના ખર્ચથી રાહત

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Successful Free Cochlear Implant Surgery Of Four Deaf And Mute Children From Birth In Surat Civil In One Day, Relief From 8 To 10 Lakh Treatment Cost

સુરત3 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જ દિવસમાં ચારથી છ વર્ષની વયના જન્મથી મૂકબધિર ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. મૂળ અને સુરત સિવિલ અને અમદાવાદ સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી સફળતાપૂર્વક ચાર સર્જરી કરીને સુરતમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બે, અમરેલી જિલ્લાના એક અને બારડોલીના વતની એક એમ કુલ ચાર પરિવારોના મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) ત્રણ બાળકો અને એક બાળકીને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થકી ‘વાણી-શ્રવણ’નું સુખ આપ્યું છે. છે.

4થી 6 વર્ષના ચાર બાળકોને નવું જીવન આપ્યું
પ્રાઈવેટ હોસ્પિટલમાં જે સર્જરીનો રૂ.8 થી 10 લાખ જેટલો ખર્ચ થતો હોય છે, તે સર્જરી નવી સિવિલમાં ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ અંતર્ગત નિ:શુલ્ક કરવામાં આવતા ચાર મધ્યમવર્ગીય પરિવારોને મોટી આર્થિક રાહત સાથે બાળકોને નવી જિંદગી મળી છે. મૂળ જલગાંવ, મહારાષ્ટ્રના અને હાલ સુરતના ભેસ્તાનમાં રહેતા સોમનાથ મરાઠેના 4 વર્ષીય પુત્ર કુણાલ, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના વતની અને હાલ વરાછામાં રહેતા લક્ષ્મણભાઈ રાણાવાડીયાની 4 વર્ષીય પુત્રી વૈશાલી, બારડોલીના અનિલભાઈ હળપતિના 5 વર્ષીય પુત્ર પ્રિન્સ અને મૂળ મહારાષ્ટ્રના અને સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ રાઠોડના 5 વર્ષીય પુત્ર સમરની સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સર્જરી સુરત અને અને અમદાવાદ સિવિલના તજજ્ઞ તબીબોએ સફળતાપૂર્વક પાર પાડી છે.

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશાનું કિરણ
જન્મથી મૂકબધિર ચાર બાળકોના પરિવારો માટે ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશાનું કિરણ બનીને આવ્યો છે. આ બાળકોના પરિવારજનોએ સરકારની સહાયથી અને દેવદૂત તબીબોની જહેમતથી સફળ ઓપરેશન થતા સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

નાની વયે સર્જરીથી સારા અને પ્રોત્સાહક પરિણામ આવે
​​​​​​​
‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિશે સિવિલના ENT વિભાગના વડા ડૉ. જૈમિન કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે, આ સર્જરી જેટલી નાની વયે થઈ શકે એમાં એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે. તેમજ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ 1થી 2 વર્ષ સુધી બાળકોને ‘ઓડિટરી વર્બલ થેરપી’(ATB) માટેની જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે. જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે.

સર્જરી સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક
નોંધનીય છે કે, 6 વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યારબાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.8 લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *