Study Class at Garhda BAPS Temple | ભાજપા દ્વારા જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોનો અભ્યાસ વર્ગ કરવામાં આવ્યો; લોક ઉપયોગી કાર્યો અને દેશ હિતમાં લીધેલા નિર્ણયો અંગે સભ્યોને સંપૂર્ણ માહિતી અપાઈ

Spread the love

બોટાદ26 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજયમાં અલગ અલગ સાત સ્થળો પર જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોનો અભ્યાસ વર્ગ કરવામાં આવી રહ્યા છે. આ અભ્યાસ વર્ગમાં રાજ્યની અને કેન્દ્રની સરકાર દ્વારા કરેલા લોક ઉપયોગી કાર્યો અને દેશના હિતમાં લીધેલા નિર્ણયો અંગે સભ્યોને માર્ગદર્શન તેમજ સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. જેમાં પ્રદેશ ભાજપના અલગ અલગ નેતાઓ ઉપસ્થિત રહીને અલગ અલગ વિષય પર સેશન દ્વારા માર્ગદર્શન આપે છે.

જેના ભાગરૂપે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને અમરેલી ચાર જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્યોનો બે દિવસનો અભ્યાસ વર્ગ ગઢડામાં આવેલા BAPS મંદિર ખાતે યોજાયો છે. જેનો ગઈકાલે સાંજના ચાર કલાકે પ્રદેશ ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો.

જેનો આજે રવિવારે સાંજના પાંચ કલાકે સમાપન થનાર છે. ત્યારે સભ્યોના અભ્યાસ વર્ગના બીજા દિવસે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે 10 કલાકે ગઢડા ખાતે આવી પહોંચ્યા હતા. અને તમામ ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યોને સરકારની વિવિધ યોજનાઓ વિષે એક કલાક સુધી નાનામાં નાની માહિતીનો અભ્યાસ કરાવી માર્ગદર્શન આપ્યું હતું.

ગઢડા BAPS મંદિર ખાતે ચાલતા ચાર જિલ્લાના ભાજપના જિલ્લા પંચાયતના સભ્યોનો અભ્યાસ વર્ગના સેશનમાં માર્ગદર્શન આપવા આજે હાજર રહેલા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના ગઢડા ખાતે પ્રદેશ ભાજપ દ્વારા ચારેય જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્યોનો ચાલતો અભ્યાસ વર્ગમાં મારે આજે સરકારની વિવિધ યોજનાઓ અંગેનો વિષય લેવાનો હતો. તે બાબતે મે ઉપસ્થિત ચારેય જિલ્લા પંચાયતના સભ્યોને વિસ્તૃત માહિતી આપી હતી. જેથી સરકારની યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *