Students of LNK Education, Patan bagged the gold medal for the second time in a row in the state of Gujarat. | પાટણની એલ એન કે એજ્યુકેશની વિદ્યાર્થિનીઓએ ગુજરાત રાજ્યમાં સળંગ બીજીવાર સુવર્ણચંદ્રક મેળવ્યો

Spread the love

પાટણ20 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વર્ષ 2020-22 માટે IITE સંલગ્ન કોલેજોની બી.એડ. પ્રથમ બેચમાં એલ.એન.કે. કોલેજ ઓફ એજ્યુકેશન, પાટણે સમગ્ર ગુજરાતમાં ઉચ્ચ સ્થાન મેળવી સુર્વણચંદ્રક મેળવેલ છે. ત્યારે આજે ફરી સંસ્થાએ વર્ષ 2021-23 માં પણ ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત રાજ્ય શિક્ષણજગતમાં બંને વર્ષ માટે પોતાનું સતત ટોચનું સ્થાન જાળવી રાખેલ છે. એટલું જ પર્યાપ્ત ના હોય તેમ વર્ષ 2020-22માં ટોચના 10 માંથી 4 અને 2021-23 માં ટોચના 10 માંથી પ્રથમ 2 સંસ્થાના વિદ્યાર્થીઓ સફળતા મેળવી છે.

મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં IITE,ગાંધીનગર યુનિવર્સીટીનો 6ઠો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા અને યુનિવર્સીટીના કુલપતી હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ઠાકોર આરતીબેન માનજીને સુર્વણચંદ્રક અને પ્રમાણપત્ર તેમજ દ્વિતીય ક્રમાંક મેળવનાર પટેલ હેપ્પીબેન નરેન્દ્રભાઈને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ જે સંસ્થા અને સમગ્ર શિક્ષણજગત માટે અવિસ્મરણીય બની છે.

56 વર્ષના કાર્યકાળમાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ કોલેજ એવોર્ડ, કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન (CTE)- ગુજરાત સરકારનો મહત્વનો દરજ્જો, College with Potential for Excellence (CPE)-UGC અને જાણે કેટલાય વિશેષ દરજ્જાઓ સંસ્થાએ હસ્તગત કરેલ છે. ત્યારે ઠાકોર આરતીબેન અને પટેલ હેપ્પીબેને પોતાની સફળતાનો સમગ્ર શ્રેય સંસ્થાના ઈન્ચાર્જ આચાર્ય ડો. ગંગારામ પ્રજાપતિ, સમગ્ર કોલેજ પરિવાર, મેનેજમેન્ટ અને પોતાના માતા-પિતાને આપેલ છે. સંસ્થા વર્ષોથી શિક્ષણજગતમાં મોખરે રહી છે, જેનું મુખ્ય પીઠબળ સંસ્થાનું મેનેજમેન્ટ ટ્રસ્ટ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ છે. મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓનું ઉચ્ચ કારકિર્દી ઘડતર થઈ શકે તે માટે હરહમેશ ઉદાર ભાવે પ્રયત્નો કરવામાં આવ્યા છે. સંસ્થાએ ચાલુ વર્ષે પણ સફળતા ટકાવી રાખી તે માટે મેનેજમેન્ટ વતી ડો.જે. એચ. પંચોલી, એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર અને જય ધ્રુવ, કેમ્પસ ડેવલોપમેન્ટ ઓફિસર, NGES એ શુભેચ્છા પાઠવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *