Strong room in each department of Gujarat University, the examination of the answer sheets will be done under the supervision of faculty and coordinator | ગુજરાત યુનિવર્સિટીના દરેક ડિપાર્ટમેન્ટમાં હશે સ્ટ્રોંગ રૂમ, ફેકલ્ટી અને કો-ઓર્ડિનેટરની દેખરેખ હેઠળ જ ઉત્તરવહીઓની તપાસ થશે

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Strong Room In Each Department Of Gujarat University, The Examination Of The Answer Sheets Will Be Done Under The Supervision Of Faculty And Coordinator

અમદાવાદ19 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીમાં BSC નર્સિંગમાં ઉત્તરવહી કૌભાંડ સામે આવ્યું હતું. જે મામલે NSUIએ હોબાળો કર્યો હતો. આ મામલે યુનિવર્સિટી સફાળી જાગી છે અને ફરીથી આ પ્રકારે કૌભાંડ ના થાય તે માટે નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી દ્વારા હવે જે તે ફેકલ્ટીની પરીક્ષા હશે તેને જ ચકાસણી તથા સ્ટ્રોંગ રૂમની જવાબાદારી સોંપવામાં આવશે. અગાઉ અન્ય વિભાગને પેપરના સ્ટ્રોંગ રૂમની જવાબાદારી સોંપવામાં આવતી હતી જેના કારણે ઉત્તરવહી ગાયબ થઈ હતી.

પુરવણીના પ્રથમ અને છેલ્લા પેજ પર ચોક્કસ નિશાની
થોડા દિવસ પહેલાં ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગની પરીક્ષાની ઉત્તરવહી કૌભાંડ સામે આવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરી હતી. આ ઘટના બાદ NSUIએ ખુલાસો કર્યો હતો કે, વિદ્યાર્થીઓ કોરુ પેપર અને પુરવણીના પ્રથમ અને છેલ્લા પેજ પર કરેલી કોઈ ચોક્કસ નિશાની પોતાના એજન્ટને આપવામાં આવતી હતી. રાત્રે વિદ્યાર્થીઓને ભેગા કરીને પેપર લખાવવામાં આવે છે. ત્યારબાદ વહેલી સવારે ઉપરોક્ત બધી પુરવણીનું નંબરીંગ થાય તે પહેલાં એસેસમેન્ટ સેન્ટરમાં જમા કરાવી દેવામાં આવતી હતી. આ કૌભાંડમાં વિદ્યાર્થીઓ પાસે એકથી દોઢ લાખ પેપર દીઠ લેવામાં આવતા હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો હતો.

કૌભાંડ અટકાવવા યુનિવર્સિટીનો મોટો નિર્ણય
જોકે, આ ઘટના સાબિત થઈ છે ત્યારે હવે દોઢ મહિના બાદ યુનિવર્સિટી જાગી છે. આ પ્રકારની ઘટના બીજીવાર ન બને તેને લઇને ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એવું થતું હતું કે, યુનિવર્સિટી પરીક્ષા બાદ કેમ્પસમાં જ બધી ઉત્તરવહીઓ રાખતા હતા. યુનિવર્સિટીના જ ફેકલ્ટી અને કો-ઓર્ડિનેટરને જવાબદારી સોંપવામાં આવતી હતી. મુશ્કેલી ત્યારે થાય છે કે, જ્યારે મેડિકલ ફેકલ્ટીની ઉત્તરવહીઓ આવે અને જ્યારે કોઈ બીજી ફેકલ્ટીના સિનિયર પ્રોફેસર કો-ઓર્ડિનેટર હોય ત્યારે સ્વાભાવિક છે કે જેઓ ઉત્તરવહીઓ તપાસવા માટે આવે છે તેમને તેઓ સીધી રીતે ઓળખતા ન હોય. તેમજ જ્યારે તેઓ તપાસ માટે આવે ત્યારે કો-ઓર્ડિનેટર ક્લાર્કને કે ગાર્ડને કહીને જતા હોય કે જે વ્યકિત આવે તેમને ઉત્તરવહીઓ તપાસવા માટે આપવી, તેમાં કદાચ ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે.

ફેકલ્ટી અને કો-ઓર્ડિનેટરની દેખરેખમાં ઉત્તરવહીઓની તપાસ
આ પ્રકારની ઘટના ન બને તે માટે જે તે ફેકલ્ટીના સિનિયર પ્રોફેસર જ કો-ઓર્ડિનેટર બને તો તેમના નેટવર્કના લોકો હોય છે જેઓ અહીં તપાસ માટે આવે તેઓને ઓળખતા હોય છે. આવું કરવાથી એક સીધી જવાબદારી નિશ્ચિત થાય છે કે, જે તે માણસોને ઓળખતા હતા તેઓને ઉત્તરવહીઓ આપી છે. જેથી હવે થોડી કાળજી રાખીને જે તે ફેકલ્ટીના કો-ઓર્ડિનેટર બંને અને તેમની દેખરેખ હેઠળ જ ઉત્તરવહીઓ તપાસ માટે આપવામાં આવે તે પ્રકારનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટી લેવા જઈ રહી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *